અમદાવાદ, 1 ફેબ્રુઆરી: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ યાત્રામાં એક મહત્વના સીમાચિહ્નરૂપ બની રહેવા સાથે તેની ક્રેડિટ તાકાતને સંગીન બનાવે છે.

JCRએ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. ને A-(સ્થિર) રેટિંગ આપ્યું છે, જે એક આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી દ્વારા ભારતીય કોર્પોરેટ દ્વારા સાર્વભૌમ થ્રેશોલ્ડનો દુર્લભ ભંગ દર્શાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી લિ. અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. ને આપવામાં આવેલું BBB+ (સ્થિર) રેટિંગ ભારતના BBB+ ના સાર્વભૌમ રેટિંગની સમકક્ષ છે.

રેટિંગ એજન્સી JCR દ્વારા ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મનું આ સ્તરે કરવામાં આવેલું મૂલ્યાંકન પ્રથમ ઉદાહરણમાંનું એક બની રહેવા સાથે અદાણી સમૂહના વૈશ્વિક રેટિંગ એજન્સીઓ સાથે વધતા જોડાણ અને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ સિમાચિહ્નમાં થઇ રહેલા વધારાને દર્શાવે છે.

અદાણી પોર્ટસએ 15 સ્થાનિક અને 4 આંતરરાષ્ટ્રીય બંદરોના વિવિધતાભર્યા પોર્ટફોલિયો દ્વારા તેના નેતૃત્વને સતત મજબૂત બનાવવાનું ધ્યેય ચાલુ રાખ્યું છે. બંદરોનો આ  કાફલો ભારતના લગભગ 30% કાર્ગોનું સંચાલન કરે છે. કન્ટેનર વોલ્યુમના 50% બંદરો, સેઝ, લોજિસ્ટિક્સ અને દરિયાઈ સેવાઓને આવરી લેતા વ્યાપક ચાર સેગમેન્ટ સંકલિત લોજિસ્ટિક્સ પ્લેટફોર્મના સંગીન ટેકાથી સમર્થિત છે. વધુમાં માંગમાં ઉત્તરોત્તર મજબૂત વધારો અને તેના સીમલેસ એન્ડ ટુ એન્ડ લોજિસ્ટિક્સ મોડેલના કારણે અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનએ એબિડ્ટાનો ઝડપથી વિસ્તાર વધાર્યો છે. નાણાકીય વર્ષ-20માં રુ.7,566 કરોડથી વધીને નાણાકીય વર્ષ-25માં રુ.19,025 કરોડ અને નાણાકીય વર્ષ-૨૬ના પહેલા છ મહિનામાં રુ.11,046 કરોડ રહ્યો છે. જ્યારે એબિડ્ટા ઉપર રૂઢિચુસ્ત ચોખ્ખું 1.8x દેવું લાંબા ગાળાનું ભંડોળ માળખું અને મજબૂત તરલતાની સ્થિતિ જાળવી રાખી છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સએ  ટ્રાન્સમિશન, વિતરણ, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ ઉપાયોના ઝડપી વિસ્તરણ દ્વારા ભારતની ઊર્જા કરોડરજ્જુને મજબૂત બનાવવાનું ચાલુ રાખી તેના સ્થિર, નિયંત્રિત રોકડ પ્રવાહ અને કાર્યક્ષમ સંચાલન મારફત તેની એકીકૃત ક્રેડિટ પ્રોફાઇલને ટેકો આપ્યો છે. 26,705 સરકીટ કીલોમીટરની ટ્રાન્સમિશન લાઇન, 97,236 MVA ક્ષમતા, એવોર્ડ વિજેતા વિતરણની વિશ્વસનીયતા અને ઝડપથી વિસ્તરતા 7.37 મિલિયન મીટર સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયોના ઝડપથી વિકસતા માળખા સાથે અદાણી એનર્જી સોલ્યુશન્સ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃદ્ધિ હાંસલ કરવા સાથે કાર્યક્ષમતા, ગ્રાહક સેવા અને કાર્યકારી કામકાજના સીમાચિહ્નનને સતત વ્યાખ્યાયિત કરી રહ્યું છે.

કંપનીએ નાણાકીય મોરચે નાણા વર્ષ-૨૦થી એબિડ્ટા વૃદ્ધિ રુ. 4,532 કરોડથી નાણા વર્ષ-૨૫ સુધીમાં રુ.7,749 કરોડ USD 1 બિલિયન ઇક્વિટી એકત્રીકરણ, મજબૂત પ્રવાહિતા અને સારી રીતે વૈવિધ્યસભર લાંબા ગાળાના ભંડોળના માળખા સાથે સતત વિસ્તરણ વચ્ચે શિસ્તબદ્ધ નાણાકીય વ્યવસ્થાપન જાળવી રાખવા સાથે વધતી જતી ઊર્જાની માળખાગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કંપનીને સક્ષમ કરી છે.

સપ્ટેમ્બર 2025 સુધીમાં 16.7 ગીગાવોટથી વધુ કાર્યકારી ક્ષમતા અને નવીનીકરણીય ઊર્જામાંથી ઉત્પન્ન થતા એબિડ્ટાના  90% થી વધુ સાથે અદાણી ગ્રીનએ વિત્ત વર્ષ-20માં શ્રેષ્ઠ વિકાસ, બહેતર પ્લાન્ટ લોડ પરિબળો, ખર્ચની કાર્યક્ષમતા અને અદ્યતન ENOC સંચાલિત કામગીરીના મજબૂત ટેકાથી સમર્થિત માત્ર 2.5 ગીગાવોટથી ઝડપથી વિસ્તરણ કર્યું છે.

નાણાકીય વર્ષ 26ના પહેલા છ મહિનામાં અદાણી ગ્રીનની નાણાકીય વર્ષ-20માં એબિડ્ટા વૃદ્ધિ રુ.1,855 કરોડ થી વધીને નાણાકીય વર્ષ-૨૫માં રુ.10,532 કરોડ અને નાણા વર્ષ-૨૬ના અર્ધ વાર્ષિક ગાળામાં રુ. 6,324 કરોડ થઈ છે., જેમાં સુધારેલા ઇક્વિટી સ્તર, વૈવિધ્યસભર વૈશ્વિક ભંડોળની પહોંચ અને 9.4 વર્ષની સરેરાશ દેવાની પરિપક્વતાનો સમાવેશ થાય છે, આ બાબતોએ કંપનીની  નાણાકીય સ્થિરતાને જાળવીને તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ પાઇપલાઇનને ટકાવી રાખવાની સ્થિતિમાં મૂકી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)