Jaro Institute of Technology Management and Research Ltd નો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 846 – 890
| IPO ખૂલશે | 23 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 25 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 846 – 890 |
| IPO સાઇઝ | રૂ. 450.00 કરોડ |
| લોટ સાઇઝ | 16 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 19 સપ્ટેમ્બર: જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ લિમિટેડ 23 સપ્ટેમ્બર ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 25 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. રૂ. 10/- ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શૅર દીઠ રૂ. 846/- થી રૂ. 890/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 16 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 16 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે.જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ લિમિટેડનું શુક્રવારે ગ્રે માર્કેટ પ્રીમીયમ 12% છે. (બિનસત્તા અહેવાલ મુજબ)
ઇશ્યૂના ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્તો એક નજરે:
જારો એજ્યુકેશન ચોખ્ખી આવકમાંથી રૂ. 81 કરોડનો ઉપયોગ માર્કેટિંગ, બ્રાન્ડ બિલ્ડીંગ અને જાહેરાત પ્રવૃત્તિઓ માટે અને રૂ. 45 કરોડનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારના ભાગની પૂર્વ ચુકવણી અથવા સુનિશ્ચિત પુનઃચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ:
જારો એજ્યુકેશનની સ્થાપના 2009માં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર નામદેવ સાલુંખે દ્વારા કરવામાં આવી હતી અને શિક્ષણ ક્ષેત્રમાં 17 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે. તેમને શિક્ષણ ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા CEO અને પૂર્ણ-સમયના ડિરેક્ટર રંજીતા રમન દ્વારા ટેકો મળે છે. આ સંસ્થા તેના ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને વિદ્યાર્થીઓ તેમજ સી-સ્યુટ કર્મચારીઓને વ્યક્તિગત, ટેકનોલોજી-આધારિત ડિગ્રી પ્રોગ્રામ્સ અને પ્રમાણપત્ર કાર્યક્રમો પહોંચાડે છે.
31 માર્ચ 2025 સુધીમાં જારો એજ્યુકેશન પાસે વિવિધ IIM ના કેમ્પસમાં 17 ઇમર્સિવ ટેક સ્ટુડિયો સેટ-અપ્સ ઉપરાંત, ઑફલાઇન શિક્ષણ માટે મુખ્ય શહેરોમાં 22 થી વધુ ઓફિસ-કમ-લર્નિંગ સેન્ટર્સ છે, અને IIT, IIM જેવી કુલ 36 ભાગીદાર સંસ્થાઓ અને સ્વિસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને રોટમેન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓને સેવા આપે છે.
કંપની 268 કોર્સ ઓફરિંગ અને પ્રોગ્રામ્સ ઓફર કરે છે જેમાં ડોક્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (“D.B.A.”), માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (“M.B.A.”), માસ્ટર ઓફ કોમર્સ (“M.Com.”), માસ્ટર ઓફ આર્ટ્સ (“M.A.), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (“P.G.D.M.”), માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (“M.C.A.”), બેચલર ઓફ કોમર્સ (“B.Com.”), બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (“BCA”) અને અન્ય ડિગ્રી પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે.
ભારતની 17 યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીમાં, જેમાંથી 14 યુનિવર્સિટીઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા ટોચના 100 માં સ્થાન આપવામાં આવ્યું છે. તે મેનેજમેન્ટ, ફિનટેક, ડેટા સાયન્સ, બિઝનેસ એનાલિટિક્સ, ડિઝાઇન થિંકિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં ઓનલાઈન, હાઇબ્રિડ અને ઇન-પર્સન સર્ટિફિકેશન કોર્સ પૂરા પાડે છે, જેમાં ભારતની 21 સંસ્થાઓ, જેમાં 7 IIM અને 7 IITનો સમાવેશ થાય છે, અને NIRF દ્વારા ટોચના 100 માં સ્થાન મેળવનાર 2 અન્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
| Period Ended | 31 Mar 2025 |
| Assets | 276.70 |
| Total Income | 254.02 |
| Profit After Tax | 51.67 |
| EBITDA | 83.58 |
| NET Worth | 171.55 |
| Reserves and Surplus | 151.31 |
| Total Borrowing | 51.11 |
| Amount in ₹ Crore | |
લીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે, અને બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
