જેમ એરોમેટિક્સ લિમિટેડ નો IPO 19 ઓગસ્ટે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 309 – 325
| IPO ખૂલશે | 19 ઓગસ્ટ |
| IPO બંધ થશે | 21 ઓગસ્ટ |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 309 – 325 |
| IPO સાઇઝ | રૂ. 451.25 કરોડ |
| લોટ સાઇઝ | 46 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 14 ઓગસ્ટ: જેમ એરોમેટિક્સ લિમિટેડે 19 ઓગસ્ટ ના રોજ પ્રાઇસ બેન્ડ ₹309 થી ₹325 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹2 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 21 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 46 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આ IPO રૂ. 1,750.00 મિલિયન સુધીના નવા શૅરનો ઇશ્યૂ અને પ્રમોટર્સ અને રોકાણકાર વેચાણ શેરધારકો દ્વારા 8,500,000 ઇક્વિટી શૅર સુધીની ઓફર ફોર સેલનું મિશ્રણ છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:
જેમ એરોમેટિક્સ લિમિટેડ ભારતમાં બે દાયકાથી વધુનો ટ્રેક રેકોર્ડ ધરાવતી આવશ્યક તેલ, સુગંધ રસાયણો અને વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સહિત વિશેષ ઘટકોની ઉત્પાદક છે. તે મૂળ સામગ્રીથી લઈને તેના વિવિધ વેલ્યુ એડેડ ડેરિવેટિવ્ઝ સુધીના ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો પ્રદાન કરે છે. તેના ઉત્પાદનો ઓરલ કેર, સૌંદર્ય પ્રસાધનો, ન્યુટ્રાસ્યુટિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સુખાકારી અને પેઈન મેનેજમેન્ટ અને વ્યક્તિગત સંભાળ જેવા ઉદ્યોગોના વ્યાપક સ્પેક્ટ્રમમાં ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં નાણાકીય વર્ષ 2025 દરમિયાન, તે પાઇપેરિટા તેલના સૌથી મોટા ઉત્પાદકો પૈકી એક છે, અને ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ DMO, લવિંગ તેલ, યુજેનોલ અને નીલગિરી તેલના સૌથી મોટા પ્રોસેસર્સમાંનું એક છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં, ઉત્પાદિત જથ્થાની દ્રષ્ટિએ ભારતમાં DMO અને યુજેનોલનો તેનો હિસ્સો અનુક્રમે 12% અને 65% હતો. (સ્ત્રોત: F&S રિપોર્ટ) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના ફોરેન ટ્રેડ ડિરેક્ટોરેટ જનરલ દ્વારા તેને “થ્રી સ્ટાર એક્સપોર્ટ હાઉસ” નો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. કંપનીએ તેના ઉત્પાદનો સ્થાનિક સ્તરે 225 ગ્રાહકોને અને વૈશ્વિક સ્તરે 18 વિદેશી દેશોમાં કુલ 44 ગ્રાહકોને પૂરા પાડ્યા હતા, જેમાં અમેરિકા, એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ભૌગોલિક વિસ્તારોનો સમાવેશ થતો હતો.
જેમ એરોમેટિક્સ લિમિટેડની કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 2025 માં 11.38% વધીને રૂ. 503.95 કરોડ થઈ છે જે નાણાકીય વર્ષ 2024 માં રૂ. 452.45 કરોડ હતી, જે મુખ્યત્વે ઉત્પાદનોના વેચાણ અને અન્ય કાર્યકારી આવકમાં વધારાને કારણે છે. વર્ષ માટેનો નફો નાણાકીય વર્ષ 2025 માટે 6.55% વધીને રૂ. 53.38 કરોડ થયો છે જે નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 50.10 કરોડ હતો.
લીડ મેનેજર્સ: મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે, અને KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
