IPO ખૂલશે25 સપ્ટેમ્બર
IPO બંધ થશે29 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 115- 121
IPO સાઇઝરૂ. 116.11 કરોડ
લોટ સાઇઝ120  શેર્સ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 18 સપ્ટેમ્બર: ભારતના સૌથી મોટા નોન-ઓઇએમ કન્સ્ટ્રક્શન મશીન નિકારકર્તા અને 6.9 ટકા બજાર હિસ્સેદારી ધરાવતા જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (JKIPL) એ આઇપીઓ 25 સપ્ટેમ્બરના રોજ ખૂલશે અને 29 સપ્ટેમ્બરે બંધ થશે. IPOમાં 86.35 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 9.59 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. પ્રાઇઝ બેન્ડ રૂ. 115થી રૂ. 121નો નક્કી કર્યો છે.

 JKIPL ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 72.67 કરોડ લાંબાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:

Jinkushal Industries Ltd.  હાઇડ્રોલિક એક્સકેવેટર્સ, મોટર ગ્રેડર્સ, બેકહો લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, વ્હીલ લોડર્સ, બુલડોઝર, ક્રેન અને ડામર પેવર્સ જેવા કન્સ્ટ્રક્શન મશીનોના એક્સપોર્ટ ટ્રેડિંગમાં કુશળતા ધરાવે છે. તેણે યુએઇ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત 30થી વધુ દેશોમાં કન્સ્ટ્રક્શન મશીનની નિકાસ કરી છે.

નાણાકીય વર્ષ 2025માં JKIPL એ કામગીરીમાંથી રૂ. 380 કરોડની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 59.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આરએચપી મૂજબ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિલપમેન્ટ લિમિટેડ અને વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ તેના લિસ્ટેડ ઇન્ડસ્ટ્રી પિઅર્સ છે. JKIPL છત્તિસગઠના રાયપુરમાં 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઇન-હાઉસ રિફર્બિશમેન્ટ સુવિધા ચલાવે છે, જે આધુનિક મશીનોથી સજ્જ છે.

લીડ મેનેજર્સ: જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ IPOના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)