દેશની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ જીડીપીના 15 ટકા, અમેરિકા કરતાં ઘણી ઓછીઃ સેબી
મુંબઈ
ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) આશરે રૂ. 46 લાખ કરોડ છે, જે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 15 ટકા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સંપૂર્ણ સમયના સભ્ય અમરજીત સિંઘે જણાવ્યું હતું કે, વિકસિત દેશોની સરખામણીમાં આ ખૂબ જ ઓછું છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં બોલતા સિંઘે જણાવ્યું હતું કે યુએસમાં મ્યુચ્યુઅલ ફંડની એયુએમ જીડીપીના 80 ટકા છે. “થોડા વર્ષો પહેલા, ભારત માટે આ સંખ્યા 8-9 ટકા હતી. હવે, તે વધી 15 ટકા થઈ છે. અમેરિકાની સરખામણીએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વિકાસ માટેનો રનવે ઘણો મોટો છે.”
દેશની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ જીડીપીના 15 ટકા જ છે. જે અમેરિકાની સરખામણીએ ઘણી ઓછી હોવાનું સેબીએ જણાવ્યું છે. સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અમરજીત સિંઘે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં લાગુ કરાયેલ T+1 સેટલમેન્ટ સાઇકલએ બજારને વધુ કાર્યક્ષમ, વધુ લિક્વિડ બનાવ્યું છે. જેનાથી સિસ્ટમમાં જોખમ ઘટાડ્યું છે.
“ઇક્વિટીમાં SIPનો પ્રવાહ દર મહિને આશરે રૂ. 15,000 કરોડ છે. જે ભારતીયોની પરંપરાગત રિકરિંગ ડિપોઝિટને ઈક્વિટી રોકાણમાં તબદીલ કરી રહી છે.” અમારે નવા ઉત્પાદનોના જોખમો પર નજીકથી નજર રાખવી પડશે. ઇનોવેશનથી ઉદ્ભવતા જોખમો સામે રોકાણકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ.” ASBA
સેબી જાન્યુઆરી 2024 સુધીમાં સેકન્ડરી માર્કેટ માટે એપ્લીકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (ASBA) જેવું મોડલ લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહી છે. અમે સૌપ્રથમ 2009-10માં ASBA વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. હવે અમે જાન્યુઆરી 2024માં તેને સેકેન્ડરી માર્કેટ માટે લાઇવ કરવાની યોજના બનાવીએ છીએ. ગ્રાહકોના પૈસા સીધા ક્લિયરિંગ કોર્પોરેશનમાં જશે, તે બ્રોકર પાસે જશે નહીં જે નિયમન માટે એક મોટું પગલું છે. રેગ્યુલેટરે તેની માર્ચની બોર્ડ મીટિંગમાં તેના માટે મંજૂરી આપી હતી.