અમદાવાદ,7 ઓગસ્ટ: જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ અને બ્લેકરૉક વચ્ચે 50:50ના સંયુક્ત સાહસ જિયોબ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ન્યૂ ફંડ ઓફરિંગ (NFO) દ્વારા પાંચ ઇન્ડેક્સ ફંડ્સનો તેનો પહેલો સંપુટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એનએફઓ 5 ઓગસ્ટ રોજ શરૂ અને 12 ઓગસ્ટ ના રોજ બંધ થશે.

ભારતીય રોકાણકારોને ડાયવર્સિફિકેશન, ખર્ચ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા, પારદર્શકતા અને ડિજિટલી રીતે સશક્ત ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાના કંપનીના મિશનમાં આ એક મહત્વની ક્ષણ છે.

ઓફર કરાનારા નવા ફંડ્સની વિગતો નીચે મુજબ છેઃ

ફંડનું નામફંડ શું ઓફર કરશે
જિયોબ્લેકરૉક નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ભારતની 50 સૌથી મોટી અને સૌથી વધુ ટ્રેડ થતી કંપનીઓમાં એક્સપોઝર
જિયોબ્લેકરૉક નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ફંડઆગામી પ્રવાહની લાર્જ કેપ લીડર્સ કંપનીઓમાં રોકાણ કરે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડભારતની મધ્યમ કદની કંપનીઓના વિકાસમાં રોકાણ કરે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ ફંડઉભરતી સ્મોલ-કેપ ઇનોવેટર્સમાં તકો ઝડપે છે
જિયોબ્લેકરૉક નિફ્ટી 8-13 યર ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઇન્ડેક્સ ફંડલાંબા ગાળાના સરકારી બોન્ડ્સ દ્વારા પોર્ટફોલિયોમાં સ્થિરતા ઉમેરે છે


આ ફંડ્સ સારી રીતે સંતુલિત પોર્ટફોલિયો બનાવવા માંગતા પહેલી વખતના રોકાણકારો તથા પોતાના હાલના પોર્ટફોલિયોને વધારવા માંગતા અનુભવી રોકાણકારો, બંને માટે સરળ, કિફાયતી ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)