JIOPC: ભારતનું પ્રથમ AI-READY Cloud Computer
અમદાવાદ, 30 જુલાઇઃ રિલાયન્સ જિયોએ આજે JIOPC ના લોન્ચની જાહેરાત કરી છે, જે એક ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ દરેક ભારતીય પરિવાર માટે એઆઇ-રેડી અને સિક્યોર કમ્પ્યુટિંગ લાવશે. ભારતમાં કમ્પ્યુટિંગમાં ક્રાંતિ લાવવા માટે ડિઝાઇન કરાયેલું જિયોપીસી પ્રથમ પે-એઝ-યુ-ગો મોડેલ સાથે આવી રહ્યું છે, જેમાં કોઈ લોક-ઇન નથી અને ઝીરો મેઇન્ટેનન્સ છે.
કોઈપણ પ્રારંભિક રોકાણ વગર ઓછામાં ઓછા ₹50,000ની કિંમતના હાઈ-એન્ડ પીસીની તમામ કાર્યક્ષમતા અને સુવિધાઓ મેળવો. જિયોપીસી ₹400/મહિનાથી શરૂ થતા પ્લાન્સ અને કોઈપણ લોક-ઇન વિના કોઈપણ સ્ક્રીનને સંપૂર્ણ કમ્પ્યુટરમાં પરિવર્તિત કરે છે. આ માટે કોઈ ખર્ચાળ હાર્ડવેર અથવા અપગ્રેડની જરૂર નથી. બસ પ્લગ ઇન કરો, સાઇન અપ કરો અને કમ્પ્યુટિંગ શરૂ કરો.
જિયોપીસી દેશભરના તમામ હાલના અને નવા જિયોફાઇબર અને જિયો એરફાઇબર ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. નવા યુઝર્સ એક મહિના માટે આ સેવાનો મફતમાં લાભ લઈ શકે છે.
મુખ્ય વિશેષતાઓ
- માસિક ₹400થી શરૂ: ફ્લેક્સિબલ “પે-એઝ-યુ-ગો” પ્લાન્સ સાથે, કોઈ લોક-ઇન નથી.
- કોઈ હાર્ડવેરની જરૂર નથી: કોઈપણ સ્ક્રીનને સ્માર્ટ પીસીમાં રૂપાંતરિત કરે છે.
- સૌથી ઝડપી બૂટ-અપ: હંમેશા અપડેટ રહેશે અને ક્યારેય ધીમું નહીં પડે.
- નેટવર્ક-સ્તરની સુરક્ષા: વાયરસ, માલવેર અને હેક-પ્રૂફ.
- એઆઇ-રેડી ટૂલ્સ: શિક્ષણ, કામકાજ અને સર્જનાત્મકતા માટે.
- સમગ્ર ભારતમાં ઉપલબ્ધ: તમામ જિયોફાઇબર અને જિયો એરફાઇબર યુઝર્સ માટે.
- એક મહિનાની મફત ટ્રાયલ: જિયો વર્કસ્પેસ, માઇક્રોસોફ્ટ ઓફિસ (બ્રાઉઝર), 512 જીબી ક્લાઉડ સ્ટોરેજ સામેલ છે.
જિયોપીસી કેવી રીતે સેટ કરવું
- જિયોપીસી સેટ કરવું ખૂબ જ સરળ છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો:
- તમારા જિયો સેટ-ટોપ બોક્સને ચાલુ કરો અને એપ્સ સેક્શનમાં જાઓ.
- જિયોપીસી એપ ચાલુ કરો અને ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરો.
- તમારું કીબોર્ડ અને માઉસ પ્લગ ઇન કરો.
- તમારા લિંક કરેલા કોન્ટેક્ટ નંબરનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો અથવા રજિસ્ટર કરવા માટે વિગતો આપો.
- લોગ ઇન કરો અને તરત જ તમારા ક્લાઉડ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કરો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
