લેન્સકાર્ટે રૂ.2,150 કરોડના IPOમાટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 30 જુલાઇઃ કિફાયતી અને ફેશનેબલ પ્રિસ્ક્રીપ્શન આઈગ્લાસીસ, સનગ્લાસીસ અને કોન્ટેક્ટ લેન્સની વિશાળ શ્રેણી રજૂ ઓમ્ની-ચેનલ આઇવેર રિટેલર્સ લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.
DRHP ફાઇલ કર્યા પૂર્વે રૂ. 430 કરોડના મૂલ્યના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ અંગે પણ વિચારણા કરી શકે છે. જો તે હાથ ધરાશે તો તે ફ્રેશ ઇશ્યૂ સાઇઝમાંથી બાદ કરાશે. કંપનીએ તાજેતરમાં જ રૂ. 4,063.93 મિલિયનમાં “Meller” કન્ઝ્યુમર આઇવેર બ્રાન્ડની માલિકી ધરાવતી સ્ટેલિયો વેન્ચર્સ એસ.એલ.માં બાકીનો 80 ટકા હિસ્સો ખરીદવા માટે સંમતિ આપી હતી. તેની પ્રોડક્ટ્સ મોટાભાગે તેની વેબસાઇટથી વિશ્વભરના દેશોના ગ્રાહકોને ઓનલાઇન માધ્યમથી વેચાય છે. આ ઉપરાંત, સ્ટેલિયો સ્પેનના બાર્સેલોનામાં એક રિટેલ સ્ટોર પણ ચલાવે છે.
નાણાંકીય વર્ષ 2025માં તેની બ્રાન્ડ્સમાં, તેણે વૈશ્વિક સ્તરે 105 નવી ઇન-હાઉસ ડિઝાઇન અને એન્જિનિયર્ડ કલેક્શન લોન્ચ કર્યા હતા, જેમાં લોકપ્રિય બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝ સાથે સહયોગનો સમાવેશ થાય છે. વધુમાં, તેણે ભારત અને વિદેશમાં 12.41 મિલિયન ગ્રાહક ખાતામાં 27.2 મિલિયન આઇવેર યુનિટ વેચ્યા હતા.બ્રાન્ડે ભારતમાં અમારા ગ્રાહકો માટે અમારી મોબાઇલ એપ્લિકેશન દ્વારા 38.59 મિલિયન વર્ચ્યુઅલ ટ્રાય-ઓન અને 37.87 મિલિયન ફેસ/ફ્રેમ સાઈઝનું માપ કાઢવાની કામગીરી આદરી હતી.
નાણાંકીય વર્ષ 2025માં તેણે 100 મિલિયનથી વધુ કુલ એપ્લિકેશન ડાઉનલોડ્સ નોંધાવ્યા હતા અને વૈશ્વિક સ્તરે તેની વેબસાઇટ્સ પર વર્ષે 104.97 મિલિયનથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. બ્રાન્ડ હાલમાં 2,723 સ્ટોર્સમાં કાર્યરત છે (જેમાં ભારતમાં 2,067 સ્ટોર્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 656 સ્ટોર્સનો સમાવેશ થાય છે).
નાણાંકીય વર્ષ 2025 સુધીમાં અંદાજે 1.3 અબજ વ્યક્તિઓ રીફ્રેક્ટિવ એરર્સથી પ્રભાવિત છે, જે વૈશ્વિક વસ્તીના 32 ટકા છે. જો ફક્ત ભારત તરફ નજર કરીએ તો, ભારતમાં રીફ્રેક્ટિવ એરર્સથી પ્રભાવિત વ્યક્તિઓની સંખ્યા નાણાંકીય વર્ષ 2020માં આશરે 43 ટકા (આશરે 590 મિલિયન) થી વધીને નાણાંકીય વર્ષ 2025 માં અંદાજે 53 ટકા (આશરે 777 મિલિયન) થઈ ગઈ છે અને નાણાંકીય વર્ષ 2030 સુધીમાં તે વધીને આશરે 62 ટકા (આશરે 943 મિલિયન) થવાનો અંદાજ છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
