અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની ડિજિટલ સેવાઓ આપતી કંપની જિયોએ 2026ના પ્રથમ છમાસિક ગાળા સુધીમાં લિસ્ટિંગના લક્ષ્ય સાથે IPO માટે અરજી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કંપની ટેક્નોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહી છે. આ યોજના આવશ્યક મંજૂરીઓને આધીન છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું કે, “હું તમને ખાતરી આપું છું કે જિયોનું લિસ્ટીંગ તેના વૈશ્વિક સમકક્ષો જેટલું મૂલ્ય સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. મને ખાતરી છે કે તે તમામ રોકાણકારો માટે ખૂબ જ આકર્ષક તક હશે.

JioHotstar એપ્લિકેશનના લોન્ચિંગથી ત્રણ મહિનાની અંદર જ 600 મિલિયનથી વધુ યુઝર્સ જોડાયા છે, જેમાં 75 મિલિયનથી વધુ કનેક્ટેડ ટીવીનો પણ સમાવેશ થાય છે. 300 મિલિયન પેઇંગ સબ્સ્ક્રાઇબર્સ સાથે, જિઓહોટસ્ટાર હવે વિશ્વનું બીજું સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે. આ રેકોર્ડ ભારતીય બજારની અપાર સંભાવના દર્શાવે છે. “આ ઉપરાંત, 34% ટીવી માર્કેટ શેર સાથે – જે આગામી ત્રણ નેટવર્કના સંયુક્ત હિસ્સા બરાબર છે અમે મોબાઇલ, ટીવી અને કનેક્ટેડ ડિવાઇસ પર એક અબજ સ્ક્રીન સુધી પહોંચવાના અમારા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.

રિલાયન્સના કચ્છ અને જામનગરના ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી બિઝનેસ અંગે માહિતી આપતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છમાં અમે 5,50,000 એકર બિન-ફળદ્રૂપ જમીનમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યા છીએ. જેની સાઇઝ સિંગાપોર કરતાં ત્રણ ગણી મોટી છે. “અહીં અમે દરરોજ મહત્તમ 55 મેગાવોટના સોલાર મોડ્યુલ અને 150 એમડબ્લ્યૂએચ બેટરી કન્ટેનર સ્થાપિત કરીશું. આ વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી ઇન્સ્ટોલેશન પૈકીનું એક હશે. આ એક જ સાઇટ આગામી દાયકામાં ભારતની વીજળીની લગભગ 10 ટકા જરૂરિયાત પૂરી કરી શકશે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)