નવી દિલ્હી, 24 મે: જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડ (જેકેએલસી)એ સંપૂર્ણ નાણાંકીય વર્ષ 2023-24 સાથે નાણાંકીય વર્ષ 2023-24ના ચતુર્થ ક્વાર્ટર (ત્રિમાસિક) (જાન્યુઆરી-માર્ચ) માટેના નાણાંકીય પરિણામોની પણ ઘોષણા કરી હતી. જેમાં અલાયદુ ચોખ્ખુ વેચાણ FY 24માં 4% વધ્યુ. અલાયદુ વેચાણ વોલ્યુમ FY 24માં 1% વધ્યુ.  કંપનીએ Q3FY24ના 79% વિરુદ્ધ Q4FY24માં 89% ક્ષમતા ઉપયોગિતા હાંસલ કરી છે.

કંપનીના પરિણામો પર ટિપ્પણી કરતા જેકે લક્ષ્મી સિમેન્ટ લિમીટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી વિનીતા સિંઘાનીયાએ જણાવ્યુ હતુ કે, કંપનીની નફાકારકતામાં ઊંચા વોલ્યુમ, વધુ સારી પ્રોડક્ટ અને સેલ્સ મિક્સ અને ઇંધણ ખર્ચમાં ઘટાડાને કારણે સુધારો થયો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)