અમદાવાદ, 14 ઓગસ્ટઃ JSW સિમેન્ટ નો IPO આજે આકર્ષક પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો. 7 થી 11 ઓગસ્ટ દરમિયાનમાં મેઇનબોર્ડ ઇશ્યૂએ ભારે જાહેર રસ મેળવ્યો હતો. JSW ગ્રુપનો ભાગ JSW સિમેન્ટ લિમિટેડના શેર NSE પર પ્રતિ શેર રૂ. 153.5 ના ભાવે લિસ્ટ થયા હતો, જે તેના ઇશ્યૂ ભાવ કરતાં 4.42 ટકા પ્રીમિયમ હતું. BSE પર શેર પ્રતિ શેર રૂ. 153 ના ભાવે લિસ્ટ થયા હતા, જે 4.08 ટકા પ્રીમિયમ હતું. શેરના લિસ્ટિંગ પછી કુલ બજાર મૂડીકરણ રૂ. 20,914.02 કરોડ થયું હતું. ગ્રે માર્કેટમાં JSW સિમેન્ટના શેરનું લિસ્ટિંગ અપેક્ષાઓ કરતાં સારું રહ્યું, જેમાં 3 ટકાથી વધુ પ્રીમિયમ લિસ્ટિંગની અપેક્ષા હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)