મુંબઇ, 12 જૂન: JTL ઇન્ડસ્ટ્રીઝ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઉપર લિસ્ટ થઇ છે. JTL ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ એમટીપીએ કરવાનો ઉદ્દશ્ય છે. કંપની કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ, કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને એન્જિનિયરીંગ, હેવી વિહિકલ્સ,એગ્રીકલ્ચર, વોટર અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને સોલર પ્રોજેક્ટ્સ જેવાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. કંપની રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા 1,28,08,350 ફુલ્લી કન્વર્ટિબલ વોરંટ્સની પ્રેફરેન્શિયલ ફાળવણી દ્વારા કુલ રૂ. 384 કરોડ ઊભાં કરશે. આ ફંડનો ઉપયોગ કંપનીના વર્તમાન આયોજિત ક્ષમતા વિસ્તરણ માટે કરાશે. રૂ. 384 કરોડમાંથી રૂ. 98 કરોડની રકમ મળી ગઇ છે અને બાકીની રકમ સપ્ટેમ્બર 2024 સુધીમાં મળવાની અપેક્ષા છે.

શેર મૂવમેન્ટ એટ એ ગ્લાન્સ

વિગતએનએસઇબીએસઇ
ખુલ્યો345344.80
વધી345.85345.60
ઘટી332.60333.00
બંધ337.95333.00

JTL ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર મદન મોહન સિંગલાએ કહ્યું હતું કે, અમે આગામી બે વર્ષમાં અમારા સેલ્સ મિક્સમાં 50 ટકાથી વધુ હિસ્સો મૂલ્ય-વર્ધિત પ્રોડક્ટ્સનો કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. JTL ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રણવ સિંગલાએ કહ્યું હતું કે, JTLએ પંજાબના મંડી પ્લાન્ટમાં 36,000 એમટીપીએના કમર્શિયલ પ્રોડક્શનનો પ્રારંભ કર્યો હતો. JTL અને ચેતન ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનું જોડાણ પૂર્ણ થઇ ગયું છે.