મુંબઈ, 12 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,713ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,920 અને નીચામાં રૂ.59,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.59,840ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.48,169 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,980ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.59,776ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 5,79,818 સોદાઓમાં કુલ રૂ.49,662.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,723.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.41923.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 58,563 સોદાઓમાં રૂ.3,448.16 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનામાં મિશ્ર વલણઃ ચાંદી રૂ.158 ઢીલી

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.73,551ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,766 અને નીચામાં રૂ.73,230 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 ઘટી રૂ.73,638 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.175 ઘટી રૂ.73,578 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.176 ઘટી રૂ.73,576 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 7,964 સોદાઓમાં રૂ.,958.52 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.722.05ના ભાવે ખૂલી, રૂ.3.20 ઘટી રૂ.720.70 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.204.50 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.213ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.204.70 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.182.75 જસત-મિની જૂન વાયદો રૂ.1.10 ઘટી રૂ.213.35 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,750 અને નીચામાં રૂ.5,593 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.153 ઘટી રૂ.5,671 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.154 ઘટી રૂ.5,674 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.189ના ભાવે ખૂલી, રૂ..70 વધી રૂ.187.90 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 0.6 વધી 188.1 બોલાઈ રહ્યો હતો. 77,012 સોદાઓમાં રૂ.3,304.24 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.160 ઘટ્યોઃ મેન્થા તેલમાં સુધારો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,700 અને નીચામાં રૂ.58,360 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 ઘટી રૂ.58,580ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.50 વધી રૂ.912.80 બોલાયો હતો. MCX ખાતે રૂ.12.84 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,724 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.41923 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,338.89 કરોડનાં 2,239.012 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,109.27 કરોડનાં 286.577 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,304.79 કરોડનાં 40,55,500 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.999.45 કરોડનાં 5,30,25,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.100.61 કરોડનાં 4,919 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.12.61 કરોડનાં 690 ટન તાંબાના વાયદાઓમાં રૂ.629.37 કરોડનાં 8,735 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.215.93 કરોડનાં 10,110 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.4.23 કરોડનાં 720 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.61 કરોડનાં 93.96 ટનનાં કામકાજ થયાં હતાં.