કલ્પતરૂ લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 16 ઓગસ્ટઃ કલ્પતરૂ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કલ્પતરૂ લિમિટેડ મહારાષ્ટ્રમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (“MMR”)માં એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એમએમઆરના તમામ માઇક્રો-માર્કેટમાં હાજરી ધરાવે છે (સ્રોત: એનારોક રિપોર્ટ). કંપની એક ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી તમામ મહત્વની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, જેમાં જમીનની ઓળખ અને સંપાદન (અથવા તેને વિકસાવવાના અધિકારો), આયોજન, ડિઝાઇનિંગ, અમલીકરણ, વેચાણ અને તેમના પ્રોજેક્ટનું માર્કેટિંગ સામેલ છે.
કંપનીના આઈપીઓમાં રૂ. 15,900 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.
કંપનીએ આ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો ઉપયોગ કંપની અને તેમની પેટાકંપનીઓ દ્વારા મેળવેલ ચોક્કસ ઋણની સંપૂર્ણ અથવા આંશિક રૂપે પુન:ચૂકવણી/પૂર્વ ચૂકવણી માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે.
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)