અદાણી પોર્ટસના નવા MD તરીકે કરણ અદાણી
અમદાવાદ, 4 જાન્યુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), એ હાલના સીઈઓ કરણ અદાણીને મેનેજિંગ ડિરેક્ટરપદે નિયુક્ત કર્યા છે, આ પદ ઉપર અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી હતા.આ સાથે ગૌતમ અદાણીને APSEZના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ૨૦૦૯માં મુંદ્રા પોર્ટ ખાતે અદાણી ગ્રુપ સાથે પોતાની કારકિર્દીનો આરંભ કરનાર કરણ અદાણીએ ૨૦૧૬માં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. અદાણી પોર્ટ્સ અને સેઝએ તેના પોર્ટસના પોર્ટફોલિયોમાં ભારતમાં ચાર બંદરો અને ટર્મિનલ્સ ઉપરાંત એક શ્રીલંકામાં અને એક ઇઝરાયેલમાં ઉમેરા સાથે ઝડપથી વિસ્તાર કરી દેશના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અદાણી પોર્ટ્સ અને સેઝ ભારતના દરિયાકાંઠે ૧૪ બંદરો અને ભારતની બહાર બે પોર્ટ ડેવલપર અને ઓપરેટર બની ગયું છે.