બેંગલોર, 9 માર્ચ: કિનારા કેપિટલે મહિલા ઉદ્યોગસાહસિકો માટે ડિસ્કાઉન્ટેડ બિઝનેસ લોન્સમાં નાણાકીય વર્ષ 2023-24માં વિતરણ કરવા વધુ રૂ. 400 કરોડની ફાળવણી કરીને એના હરવિકાસ પ્રોગ્રામની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી છે. નવી ફાળવણી અતિ નાનાં-નાનાં-મધ્યમ ઉદ્યોગસાહસિક (MSME) ક્ષેત્રમાંથી મહિલા ઉદ્યોગસાહસિકોના નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા અત્યાર સુધી કુલ વિતરણને રૂ. 700 કરોડ સુધી લઈ જશે. કિનારા કેપિટલ નાણાકીય વર્ષ 2019-20થી નાણાકીય વર્ષ 2022-23 સુધી મહિલાઓની માલિકીના એમએસએમઇને 4,305+ હરવિકાસ વ્યવસાયિક લોન આપીને એના અગાઉના રૂ. 300 કરોડના વિતરણના લક્ષ્યાંકથી વધારે 38 ટકા વધારે રૂ. 414 કરોડની લોનનું વિતરણ કર્યું હતું.

કિનારા કેપિટલના સ્થાપક અને સીઇઓ હાર્દિકા શાહે કહ્યું કે, હરવિકાસે ભારતમાં મહિલા-કેન્દ્રિત નાણાકીય સેવાઓના મહત્વ અને વ્યવહારિકતાને દ્રઢતાપૂર્વક સ્થાપિત કરી છે. દર વર્ષે અંદાજે રૂ. 100 કરોડની લોનના વિતરણ સાથે અમે હવે બમણો પ્રયાસ કરી રહ્યાં છે અને MSME મહિલા ઉદ્યોગસાહસિકો માટે નાણાકીય વર્ષ 2023-24માં જ રૂ. 400 કરોડનું લોન વિતરણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આ આગામી વર્ષ સુધીમાં 10,000 હરવિકાસ ડિસ્કાઉન્ટેડ બિઝનેસ લોનના આંકડા તરફ દોરી જશે. આ પ્રોગ્રામની શરૂઆત નાણાકીય વર્ષ 2019-20માં થઈ હતી. પછી અત્યાર સુધી હરવિકાસ બિઝનેસ લોન્સ મહિલા ઉદ્યોગસાહસિકો માટે આવકમાં રૂ. 125+ કરોડના વધારા તરફ દોરી ગઈ છે અને સ્થાનિક અર્થતંત્રોમાં 32,580+ રોજગારીઓને ટેકો મળ્યો છે. તેમાંથી 2,535+ નવી રોજગારીઓનું સર્જન થયું છે, જેમાંથી 20 ટકા નવી રોજગારીઓ મહિલા કર્મચારીઓને મળી છે અને 61 ટકા નવી રોજગારીઓ પ્રથમ વખત કામ કરતાં કામદારોને મળી છે. ખાદ્ય ઉત્પાદનો, ટેક્સટાઇલ્સ અને ફેશન/ક્લોથિંગના એમએસએમઇ પેટાક્ષેત્રોમાંથી આશરે 70 ટકા રોજગારીનું સર્જન થયું છે.