કોટક મહિન્દ્રા ફંડે ગ્રામીણ ભારતની સંભાવનાનો લાભ લેવા માટે કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 7 નવેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી) કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ગ્રામીણ અને તેને સંલગ્ન થીમને અનુસરે છે. આ સ્કીમ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે 6 નવેમ્બર, 2025થી 20 નવેમ્બર, 2025 સુધી ખુલ્લી છે.
આ ફંડનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ પરિવર્તનથી લાભ લઈ રહેલી અથવા તેની સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી તથા ઇક્વિટી આધારિત સિક્યોરિટીઝમાં મહત્વપૂર્ણ રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે. આ સ્કીમનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી રૂરલ ઇન્ડેક્સ (TRI) રહેશે.
ગ્રામીણ ભારત કૃષિ ક્ષેત્રથી આગળ વધી રહ્યું છે જ્યાં લગભગ 40 ટકા ગ્રામીણ કામદારો હવે બિન-કૃષિ કામગીરીમાં રોકાયેલા છે. કામ કરતા લોકોમાં 2018થી મહિલાઓની ભાગીદારી લગભગ બમણી થઈ ગઈ છે, જેના કારણે બેવડી આવક ધરાવતા પરિવારોમાં વધારો થયો છે. ગ્રામીણ ખર્ચનો અડધાથી વધુ ભાગ હવે બિન-ખાદ્ય વસ્તુઓ પર થાય છે.
આ સ્કીમ 6 નવેમ્બર 2025થી 20 નવેમ્બર 2025 સુધી જાહેર સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે. એનએફઓ સમયગાળા દરમિયાન, રોકાણકારો ઓછામાં ઓછી રૂ. 1,000 અને તે પછીની કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે. એસઆઈપી ખરીદી માટે: રૂ. 500 અને તે પછીની કોઈપણ રકમ દ્વારા રોકાણ કરી શકાશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
