કોટેક હેલ્થકેર લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ કોટેક હેલ્થકેર લિમિટેડે આઈપીઓ માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં રૂ. 2,950 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 60,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની સંસ્થાકીય અને ખાનગી ગ્રાહકો માટે મોડિફાઇડ અને સસ્ટેઇન્ડ રિલીઝ ફોર્મ્સ જેવા વધુ જટિલ ડિલિવરી ફોર્મ્સમાં કોમ્પ્લેક્સ જેનેરિક્સ સહિત ઓફ-પેટન્ટ પ્રોડક્ટ્સના કોમર્શિયલ ઉત્પાદન, લોન લાઇસન્સિંગ અને ફોર્મ્યુલેશન વિકસાવવા સાથે સંકળાયેલી સીડીએમઓ તરીકે કામ કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં ઇન્જેક્ટેબલ્સ, ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ્સ, ઓઇન્ટમેન્ટ્સ, આઇ ડ્રોપ્સ, એમ્પ્યુલ્સ, વાયલ્સ, લિક્વિડ અને ડ્રાય સિરપ અને ઇન્ફ્યુઝન્સ સહિત વિવિધ ડોસેજ ફોર્મ્સમાં વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝનો સમાવેશ થાય છે.
નાણાંકીય વર્ષ 2023થી નાણાંકીય વર્ષ 2025 સુધી તેણે 52.72 ટકાનો રેવન્યુ સીએજીઆર નોંધાવ્યો હતો. હાઇ-વેલ્યુ પ્રોડક્ટ સાથે સંકળાયેલા ગ્રાહકો તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તેની વ્યૂહરચના નવેસરથી ગોઠવી છે. આ પરિવર્તનથી તેની નાણાંકીય સ્થિતિ મજબૂત બની છે અને ટકાઉ વ્યાપાર વૃદ્ધિને ટેકો મળ્યો છે જે નાણાંકીય વર્ષ 2023થી નાણાંકીય વર્ષ 2025 દરમિયાન 99.36 ટકાના સીએજીઆરથી વધેલા ચોખ્ખા નફા અને 81.79 ટકાના સીએજીઆરથી વધેલી એબિટા પરથી જણાય છે.
નાણાંકીય વર્ષ 2025 દરમિયાન અમારી કંપનીએ તેની સાથી કંપનીઓમાં 33.91 ટકા આરઓઈ અને 36.43 ટકાનો સર્વોચ્ચ આરઓસીઈ નોંધાવ્યો હતો. નાણાંકીય વર્ષ 2025 માટે કંપનીએ રૂ. 1,922 મિલિયનની આવકો નોંધાવી હતી જે વધુ સારા ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં તેના યોગદાન અને તેના વ્યૂહાત્મક પુનર્ગઠનની અસરકારકતા દર્શાવે છે.
કંપનીની રૂરકી (ઉત્તરાખંડ) ખાતે આવેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 31 માર્ચ, 2025 સુધીમાં 4,051 મિલિયન યુનિટ્સની કુલ સ્થાપિક ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટમાં ત્રણ સમર્પિત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે જે દરેક ચોક્કસ પ્રોડક્ટ કેટેગરીઝ માટેની નિયમનકારી જરૂરિયાતનું પાલન કરે તથા વિવિધ પ્રકારની ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સને વ્યૂહાત્મક રીતે અલગ પાડે તે પ્રકારે બનાવવામાં આવ્યો છે. રૂરકી ખાતે આવેલો આ પ્લાન્ટ ઉત્તરાખંડની શ્રેષ્ઠ અને સહાયક ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમથી લાભ મેળવે છે.
પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ (“Pantomath”) એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે. આકસ્મિક રીતે, છેલ્લા ત્રણ મહિનામાં પેન્ટોમેથ દ્વારા આ ચોથું ફાઇલિંગ છે અને નોંધપાત્ર રીતે, પેન્ટોમેથે છેલ્લા 45 દિવસમાં 4 આઈપીઓ મેનેજ કર્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
