LE TRAVENUES TECHNOLOGYએ IPO માટે DRHP ફાઈલ કર્યું
મુંબઈ, 14 ફેબ્રુઆરી: Le ટ્રેવેન્યુઝ ટેક્નોલોજી લિમિટેડ (“Le Travenues Technology Limited”)એ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપની ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ભરણા (IPO) મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 120 કરોડ સુધીના ઈક્વિટી શેર્સ (ફેસવેલ્યૂ રૂ. 1 પ્રતિ શેર) ફ્રેશ ઈશ્યૂ મારફત, જ્યારે શેરધારકો દ્વારા 66,677,674 ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ હેઠળ ફાળવવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
Le ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિ. 2007માં આલોક બાજપાઈ અને રજનીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. Le ટ્રેવેન્યૂઝ ટેક્નોલોજી લિ. Ixigo બ્રાન્ડ હેઠળ કામગીરી કરે છે. મલ્ટી-એપ વ્યૂહરચના આધારિત ixigo મલ્ટીપલ બ્રાન્ડ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે – ixigo ફ્લાઇટ્સ, ixigo ટ્રેનો, ConfirmTkt અને Abhibus બ્રાન્ડ્સની પોતાની એપ છે, જેમાંથી દરેક પાસે ફ્લાઇટ, ટ્રેન, બસો અને હોટલના તેમના સંબંધિત લક્ષ્ય ગ્રાહક જૂથો માટે સેવા આપતો આધાર છે. ટેક્નોલોજી આધારિત કંપની ભારતીય મુસાફરોને તેમની મુસાફરી માટેની યોજના, બુકિંગ, રેલ-એર-બસ અને હોટલ સહિત તમામ બાબતોનું સંચાલન કરે છે. F&S રિપોર્ટ અનુસાર, કંપની નેક્સ્ટ બિલિયન યુઝર્સ માટે સ્થાનિક કન્ટેન્ટ અને એપ ફીચર્સ ધરાવતી ટોચની ઓનલાઈન ટ્રાવેલ એગ્રિગેટર (OTA) છે. જેનો હેતુ ટીઅર-2 અને ટીઅર-3ના મુસાફરોને નડતી સમસ્યાઓ ઉકેલવાનો છે. (Source: F&S Report). નાણાકીય વર્ષ 2023માં કામગીરીમાંથી કોન્સોલિડેટેડ આવક મેળવવાની દ્રષ્ટિએ બીજી ટોચની OTA છે. (Source: F&S Report). OTA રેલ માર્કેટમાં સૌથી વધુ ભારતીય ટ્રેન ટિકિટ ડિસ્ટ્રિબ્યૂટર પણ છે. તેમજ 31 માર્ચ, 2023 સુધીમાં રેલવે બુકિંગમાં સૌથી વધુ 51 ટકા હિસ્સો ધરાવતી OTA છે.
લિસ્ટિંગઃ | લીડ મેનેજર્સ |
કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાશે | એક્સિસ કેપિટલ, DAM કેપિટલ એડવાઇઝર્સ અને JM ફાઇ. બુક રનિંગ લીડ મેનેજર્સ |
આઇપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ ક્યાં થશે
કંપની ફ્રેશ ઈશ્યુમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે – 1. અમારી કંપનીની પાર્ટ-ફંડિંગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો; 2. ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં રોકાણ; અને 3. એક્વિઝિશન અને અન્ય વ્યૂહાત્મક પહેલો ઉપરાંત જનરલ કોર્પોરેટ હેતુઓ માટે ફંડિંગ કરવા કરશે.
ઓફર ફોર સેલ અંતર્ગત SAIF પાર્ટનર્સ ઇન્ડિયા IV લિમિટેડ દ્વારા 19,437,465 ઇક્વિટી શેર, પીક XV પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ V (અગાઉ એસસીઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સ V તરીકે ઓળખાતું હતું) દ્વારા 13,024,000 ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ) દ્વારા શેર્સ ઓફર કરાશે. તદુપરાંત આલોક બાજપાઈ દ્વારા 11,950,000 ઈક્વિટી શેર્સ, રજનીશ કુમાર દ્વારા 11,950,000 ઈક્વિટી શેર્સ, માઈક્રોમેક્સ ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 5,486,893 ઈક્વિટી શેર્સ, પ્લેસિડ હોલ્ડિંગ્સ દ્વારા 3,048,375 ઈક્વિટી શેર્સ, મેડિસન ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી તરીકે કેટાલિસ્ટ ટ્રસ્ટીશિપ લિ. (માઈલસ્ટોન ટ્રસ્ટીશીપ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ) દ્વારા 1333513 ઈક્વિટી શેર્સ, તથા મેડિસન ઈન્ડિયા કેપિટલ એચસી. (શેરહોલ્ડર્સ દ્વારા સેલિંગ) 447,428 ઇક્વિટી શેર્સ વેચવામાં આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)