અમદાવાદ, 2 જાન્યુઆરી: કેર હેલ્થ ઇન્સ્યોરન્સે 2025 એન્યુઅલ ટ્રેન્ડ્સ રિપોર્ટ જાહેર કર્યો છે. ગ્રાહક વર્તણૂકોમાં ફેરફાર, ડિજિટલ સ્વીકૃતિ અને ઉભરતા હેલ્થ ક્લેઇમ્સના પેટર્નના રિપોર્ટના વિશ્લેષણમાં આરોગ્ય વીમાની સક્રિય ખરીદી તરફનો મોટો ફેરફાર અને ડિજિટલ જોડાણ માટે મજબૂત પસંદગી રજૂ કરવામાં આવી છે.

ભારતીયો સક્રિય રીતે આરોગ્ય વીમો મેળવવાનું ચોક્કસ વલણ ધરાવે છે. અંડરરાઇટિંગ વર્ષ 2023-2024થી 2024-2025 દરમિયાન વીમો મેળવનાર લોકોની સંખ્યામાં 27 ટકાથી વધુનો વધારો થયો છે જે તબીબી ખર્ચમાં વધારો થવાને કારણે વ્યાપક આરોગ્ય કવરની જરૂરિયાત વિશે વધતી જાગૃતિ પર ભાર મૂકે છે.

કંપનીએ વિવિધ વયજૂથના લોકોની ખરીદીની આદતોમાં પણ ફેરફાર જોયો છે. બધા વયજૂથોમાં સરેરાશ વીમા રકમમાં વાર્ષિક વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, 0-17ની વયના જૂથ માટે સરેરાશ સમ એશ્યોર્ડ 2024-2025થી 2025-2026 સુધી 7 ટકાથી વધુ વધ્યો છે, જે સૂચવે છે કે પરિવારો તેમના બાળકો માટે વધુ કવરેજ મેળવી રહ્યા છે. આ ઉપરાંત, પહેલી વાર ખરીદનારાઓ (18-35 વર્ષની વયના), વર્ષ 2025-2026 માટે તમામ પોલિસીધારકોનો મોટો હિસ્સો બની રહ્યા છે, જે કુલ હિસ્સાના 30 ટકાથી વધુ છે. ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ અને તેથી વધુ ઉંમરના) નું પ્રમાણ 2025-2026માં લગભગ 14 ટકા સુધી વધી ગયું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં આ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ખરીદીના ઉદ્દેશ્ય સાથે વેબસાઇટની મુલાકાતો બમણાથી વધુ થઈ ગઈ છે. આ ઉપરાંત, વધુને વધુ ગ્રાહકો પ્રિવેન્ટિવ હેલ્થકેર અને એકંદર સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અમારા મોબાઇલ એપ પર સ્ટેપ ટ્રેકિંગ સુવિધાનો ઉપયોગ કરીને તેમના રિન્યૂઅલ પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ મેળવનારા લોકોની સંખ્યામાં 2.5 ગણો વધારો થયો છે.કંપનીના મતે છેલ્લા એક વર્ષમાં તેના 30 ટકા ગ્રાહકોએ એપ દ્વારા ક્લેઇમ્સ ફાઇલ કર્યા છે અને 15 ટકાથી વધુ પોલિસી રિન્યૂ મોબાઇલ એપ દ્વારા કરવામાં આવ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)