સિમ્ફનીએ હેર ફોલ કંટ્રોલ ગીઝર રેન્જ સાથે વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ સિમ્ફની લિમિટેડે 9-સ્તરીય PUROPOD ટેકનોલોજી સાથે વોટર હીટરની શ્રેણી શરૂ કરી વોટર હીટિંગ સોલ્યુશન્સમાં ઝંપલાવ્યું છે. આ ટેકનોલોજી સખત પાણીને નરમ પાણીમાં બદલે છે, હાનિકારક રસાયણો અને અશુદ્ધિઓને દૂર કરે છે – જે વાળ ખરવાના કારણોમાંનું એક છે.
કંપનીએ વોટર હીટર સેગમેન્ટમાં 3 મોડલ અને 9 SKUS – સિમ્ફની સ્પા, સિમ્ફની સૌના અને સિમ્ફની સોલને 10-લિટર, 15-લિટર અને 25-લિટરની ક્ષમતામાં લોન્ચ કર્યા છે.
આ ઉપરાંત, કંપનીએ તેની સિમ્ફની સ્પા રેન્જમાં સ્માર્ટબાથ ટેકનોલોજી રજૂ કરી છે – આ તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ વોટર હીટર બનાવે છે. આ ટેકનોલોજીને સ્પ્લેશ-પ્રૂફ કન્ટ્રોલરમાં બનાવવામાં આવી છે, જે ગ્રાહકોને શાવર એરિયાની અંદરથી તેમજ દૂરથી સરળતાથી તેમના ગીઝરનું સંચાલન કરવાની સક્ષમ બનાવે છે અને ઉપયોગમાં સરળતા અને સલામતીને સુનિશ્ચિત કરે છે. આમાં કંટ્રોલરમાં સમય અને તાપમાન નિયંત્રણ, ચાઇલ્ડ સેફ મોડ, વગેરે સહિતની સ્માર્ટ સુવિધાઓ પણ છે.
આ અંગે સિમ્ફની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ACHAL BAKERI એ જણાવ્યું હતું કે, “સિમ્ફનીમાં, અમે વાળ અને ત્વચા પર સખત પાણીની અસર, તેમજ ઓપરેટિંગ અસુવિધા વિશે ગ્રાહકોના અનુભવો અને તેમની જરૂરીયાતોને સમજી આ વિશિષ્ટ ગીઝર વિકસાવવામાં આવ્યું છે. પાણીની સખ્તાઇ ઘટાડવા માટે અદ્યતન ફિલ્ટરેશન અને એઆઇ-સક્ષમ, સ્પ્લેશ-પ્રૂફ વાયરલેસ કન્ટ્રોલર સાથે, અમારા ગીઝર સહેલાઇથી કામગીરીની ખાતરી આપે છે.
કંપનીએ તેની વોટર હીટર રેન્જને રાષ્ટ્રીય સ્તરે ઇ-કોમર્સ અને D2C પ્લેટફોર્મ પર લોન્ચ કરી છે. આ ઉત્પાદન પસંદગીના રાજ્યોમાં આધુનિક ટ્રેડ ચેનલોમાં પણ ઉપલબ્ધ છે, જેમાં ટૂંક સમયમાં રાષ્ટ્રવ્યાપી વિસ્તરણની યોજના છે તેમ સિમ્ફની લિમિટેડના ગ્રૂપ સીઇઓ શ્રી અમિત કુમારે જણાવ્યું હતું.
1988માં સ્થપાયેલી સિમ્ફની લિમિટેડ 60થી વધુ દેશોમાં હાજરી ધરાવતી અગ્રણી ભારતીય બહુરાષ્ટ્રીય એર-કૂલિંગ કંપની છે. કંપની પાસે ઘર, વાણિજ્યિક અને ઔદ્યોગિક જગ્યાઓ માટે કૂલિંગની જરૂરિયાતોને પૂર્ણ કરતી વ્યાપક પ્રોડક્ટ રેન્જ છે. ભારતના અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી સિમ્ફની, ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે અદ્યતન ગ્રીન ટેક્નોલોજી વિકસાવવાના એર-કૂલિંગ ઉદ્યોગના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. કંપની પાસે 225+ ટ્રેડમાર્ક્સ, 75+ રજિસ્ટર્ડ ડિઝાઇન્સ, 15+ કોપીરાઇટ્સ અને 300+ પેટન્ટ્સ છે, જે એર-કૂલિંગના ગોલ્ડ સ્ટાન્ડર્ડને વ્યાખ્યાયિત કરે છે. સિમ્ફનીના વૈશ્વિક ગ્રાહકોમાં વોલમાર્ટ, જીઇ, ફોર્ડ, જીએમ, સિનેપોલિસ, તાતા, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, નેસ્લે, એબીબી, ડીએચએલ, એલ એન્ડ ટી, કોકા કોલા, એચપી, હોન્ડા વગેરેનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)