Mahindra and mahindra એ XUV 7XO લોંચ કરી
અમદાવાદ, 6 જાન્યુઆરીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે કંપનીની લેટેસ્ટ ટ્રેન્ડસેટર XUV 7XO લોંચ કરી હતી. રૂ. 13.66 લાખ (એક્સ-શો રૂમ)ની કિંમતથી શરૂ થતી XUV 7XO એ ગેમચેન્જર સાબિત થયેલી મહિન્દ્રા XUV 700એ સ્થાપેલા માપદંડને વધારે છે, જેણે 2021માં લોંચ થયા બાદ અત્યાર સુધી ત્રણ લાખથી વધુ ગ્રાહકો નોંધ્યા છે. XUV 7XO માં અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી આધુનિકતા અને ટેકનોલોજીને સમાવીને અનુભવ પૂરો પાડે છે જે હાઇ-એન્ડ એસયુવીને પુનઃવ્યાખ્યાયિત કરે છે.
મહિન્દ્રાએ લોકો માટે ટેકનોલોજીસુલભ કરવા સતત કામ કર્યું છે અને XUV 7XO બેઝ વેરિએન્ટથી જ અત્યાધુનિક ફીચર્સ પૂરાં પાડીને આ પ્રતિબદ્ધતાને વધારે છે. એએક્સ વેરિએન્ટમાં કોસ્ટ-ટુ-કોસ્ટ 31.24 cm ટ્રિપલ એચડી સ્ક્રીન, ઇન્ટેલિજન્ટ ADRENOX ,વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે, એલેક્સા બિલ્ટ-ઇન વિથ ચેટજીપીટી, ક્રુડ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/ સ્ટોપ અને 75 સેફ્ટી ફીચર્સ છે, જે તમામ સ્ટાન્ડર્ડ બનાવટના, આધુનિક ટેકનોલોજી અને અગાઉ કરતા વધુ સુલભ પ્રીમિયમ ફીચર્સ ધરાવે છે.
તમામ વેરિએન્ટમાં ગ્રેટ વેલ્યુ : એક્સ-શો રૂમ ભાવ
| Variant | Seater | Gasoline | Diesel | Gasoline(G)/Diesel(D) |
| MT | MT | AT Exclusive | ||
| AX | 7 STR | ₹ 13.66 Lakh | ₹ 14.96 Lakh | NA |
| AX3 | 7 STR | ₹ 16.02 Lakh* | ₹ 16.49 Lakh* | NA |
| AX5 | 7 STR | ₹ 17.52 Lakh* | ₹ 17.99 Lakh* | NA |
| AX7 | 7 STR | ₹ 18.48 Lakh* | ₹ 18.95 Lakh*^ | NA |
| AX7T | 7 STR | NA | ₹ 20.99 Lakh*^ | G – ₹ 21.97 Lakh |
| 6 STR | NA | ₹ 21.39 Lakh* | G – ₹ 22.16 Lakh | |
| AX7L | 7 STR | NA | ₹ 22.47 Lakh*^ | G – ₹ 23.45 Lakh |
| 6 STR | NA | NA | G – ₹ 23.64 Lakh D – ₹ 24.11 Lakh |
આ પ્રથમ ચાર હજાર ગ્રાહકો માટે પ્રારંભિક કિંમત છે. (નિયમો અને શરતો લાગુ)
*વધારાના રૂ. 1.45 લાખમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ
*વધારાના રૂ. 2.45 લાખમાં ઓલ વ્હિલ ડ્રાઇવ વેરિએન્ટ ઉપલબ્ધ
ડિલિવરી સમયરેખાઃ
-AX7, AX7T, AX7L (અગાઉથી બુકિંગ કરનારા ગ્રાહકોથી શરૂઆત) 14 જાન્યુઆરી, 2026
–AX, AX3, AX5 –એપ્રિલ 2026થી શરૂઆત
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
