મહિન્દ્રા ફાર્મ મશીનરીએ ગુજરાતમાં મગફળીનું નવું થ્રેશર રજૂ કર્યું
મુંબઇ, 1 નવેમ્બર: ટ્રેક્ટર નિર્માતા કંપની અને ભારતમાં કૃષિ ઉપકરણોનાં ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુજરાતમાં નવું મગફળી થ્રેશર રજૂ કર્યું છે. વપરાશકાર માટે સાનુકુળ અને કિફાયતી ભાવમાં ઉપલબ્ધ નવું મગફળી થ્રેશર ચલાવવામાં સરળ છે અને તેનાં માટે કોઇ વિશેષ કુશળતાની જરૂર નથી. ટ્રેક્ટર દ્વારા સંચાલિત નવું થ્રેશર ચોક્સાઇપૂર્વક કામ કરે છે, જેમાં મગફળી કાર્યક્ષમ રીતે તેની શિંગોથી અલગ થાય છે. આને કારણે મગફળીની ઉમદા ગુણવત્તા મળે છે, સમયની બચત થાય છે, ઓછામાં ઓછો કચરો નીકળે છે અને મહત્તમ ઉત્પાદન થાય છે.
ગુજરાતનાં ખેડૂતો માટે ઉપયોગમાં બંધ બેસે તેવાં નવા થ્રેશરને કાર્યક્ષમતા અને ટકાઉપણા માટે કોમ્પેક્ટ સાઇઝમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની અર્ગોનોમિક ડિઝાઇનને કારણે શ્રમિકો પરનું અવલંબન ઘટાવાથી ખેડૂતો ખૂબ સરળતાથી તેમનું દૈનિક કામ કરી શકે છે. નવાં થ્રેશરથી ટ્રેક્ટરનો વપરાશ સુધરે છે અને મગફળીનાં પાકની લણણી માટે સાનુકુળ સમય સુનિશ્ચિત થાય છે. આમ, ખેડૂતો પોતાની ઝડપે મગફળીનું થ્રેશિંગ કરી શકે છે.
મહિન્દ્રા થ્રેશર સેગમેન્ટમાં સૌથી વ્યાપક અને સૌથી વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં વિવિધ ભૌગોલિક સ્થળો, પાકનો પ્રકાર અને ગ્રાહક સેગમેન્ટ પ્રમાણે 30 થ્રેશર મોડેલ્સનો સમાવેશ થાય છે, જે નવીનીકરણ, સમાવેશિતા અને કૃષિ સશક્તિકરણ માટેનાં મહિન્દ્રાના નિરંતર પ્રયાસો સૂચવે છે.
મહિન્દ્રા ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ (ફાર્મ મશીનરી એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ) ડો. અનુશા કોઠાંડારમણે જણાવ્યું કે, “આ એવું યાંત્રિક ઉપકરણ છે, જે સમયસર લણણી માટે સરળ અને સગવડદાયક છે, જે મગફળીનાં પાકની મૂલ્ય શ્રુંખલામાં ઉમેરો કરે છે. 30 થ્રેશરની અમારી વૃધ્ધિ પામતી રેન્જ બાદ આ નવાં થ્રેશરની રજૂઆત અમારા ફાર્મ મશીનરી બિઝનેસ દ્વારા નવીનીકરણ અને કૃષિ સશક્તિકરણ માટેનાં અમારા નિરંતર પ્રયાસો પ્રદર્શિત કરે છે. નવું થ્રેશર ગુજરાતમાં એક્સ્લુઝિવ મહિન્દ્રા ફાર્મ મશીનરી અને પસંદગીનાં મહિન્દ્રા ટ્રેક્ટર ડીલર પાસે ઉપલબ્ધ છે.” “ગ્રાહક પ્રથમ”ની અમારી ફિલોસોફી સાથે મહિન્દ્રા તેનાં ફાર્મ મશીનરી બિઝનેસ દ્વારા ભારતનાં ખેડૂતોને ભરોસાપાત્ર મશીનો અને અતૂટ વિશ્વાસ સાથે ભારતનાં ખેડૂતોને સશક્ત કરી રહી છે. મહિન્દ્રા થ્રેશરની સાથે એક સીઝનની વોરન્ટી તથા જેન્યુઇન સ્પેર પાર્ટ્સની સગવડતા મળે છે, જે ખેડૂતોને અવિરત કામગીરી અને સંપૂર્ણપણે મનની શાંતિ પૂરી પાડે છે.
