મહિન્દ્રા ગ્રૂપે સ્પષ્ટતા કરી, ધવલ બુચને ચૂકવણીના આરોપો ‘ખોટા અને ભ્રામક’
મુંબઇ, 10 સપ્ટેમ્બરઃ મહિન્દ્રા જૂથે કોંગ્રેસ પક્ષ દ્વારા સેબીના અધ્યક્ષ માધાબી બુચના પતિ ધવલ બુચને કરવામાં આવેલી ચૂકવણી પર હિતોના સંઘર્ષનું સૂચન કરતા આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં, મહિન્દ્રા ગ્રૂપે જણાવ્યું હતું કે ધવલ બુચને વળતર આપવામાં આવ્યું હતું તે સપ્લાય ચેઇન અને મેનેજમેન્ટ કુશળતામાં તેમની કુશળતાના આધારે કરવામાં આવ્યું હતું ખાસ કરીને યુનિલિવર ખાતેના તેમના વૈશ્વિક અનુભવ પર. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે, કોઈપણ સમયે, કોઈપણ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ માટે સેબીને વિનંતી કરી નથી. નિવેદનમાં આરોપોને ‘ખોટા અને ભ્રામક પ્રકૃતિ’ ગણાવ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)