Mahindra એ અત્યાધુનિક ટેકનોલોજી સાથેના કન્સ્ટ્રક્શન ઉપકરણોની નવી CEV-V રેન્જ લોન્ચ કરી
અમદાવાદ, 7 ઓગસ્ટ: મહિન્દ્રા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ડિવિઝને (MCE) આજે તેના એડવાન્સ્ડ CEV-V મશીનોની શ્રેણી લોન્ચ કરી છે, જે તેમની સંબંધિત શ્રેણીઓમાં ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે, જે ઈન્ડસ્ટ્રીના નવીનતમ ધોરણોના પાલનને સુનિશ્ચિત કરવાની સાથે અદ્યતન ફીચર્સ, વધુ આરામ, ઉચ્ચ ઉત્પાદકતા અને કામગીરી પૂરી પાડે છે.

મહિન્દ્રા અર્થમાસ્ટર SX બેકહો લોડર અને મહિન્દ્રા રોડમાસ્ટર G100 મોટર ગ્રેડરની નવી અપગ્રેડ કરેલી CEV-V શ્રેણીમાં CEV-V ઉત્સર્જનના ધોરણોને પૂર્ણ કરતા ઉચ્ચ-પાવરયુક્ત એન્જિન છે. ઉચ્ચ પાવરયુક્ત મોટર ગ્રેડર રોડમાસ્ટર G100ને, આગામી CEV-V ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું 102 HP એન્જિન અને 440 Nm ટોર્ક તેને રસ્તાના બાંધકામ માટે અને ખાસ કરીને સ્ટેટ અને નેશનલ હાઈવે માટે ઉત્તમ ગ્રેડર બનાવે છે. નવું અર્થમાસ્ટર SX, CEV-V ઉત્સર્જન નિયમોનું પણ પાલન કરે છે. તે 74 HPના એન્જિન, નવા, મોટા અને વધુ આરામદાયક કેબિન અને iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથેનું બહુમુખી બેકહો લોડર છે, જે વધુ સારી કામગીરી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે.
નવા અર્થમાસ્ટર બેકહો લોડરમાં વધુ ઉન્ન્ત ટોર્ક ઉપરાંત ઉત્પાદકતા વધારવા અને લાંબા કામકાજના કલાકો દરમિયાન ઓપરેટર માટે આરામને સુનિશ્ચિત કરવા માટે નવું, વધુ મોટું, વધુ જગ્યા ધરાવતું અને આકર્ષક કેબિન પણ છે. તેવી જ રીતે, નવું રોડમાસ્ટર મોટર ગ્રેડર, જે તેની શ્રેણીમાં 22%થી વધુ માર્કેટશેર સાથે માર્કેટ લીડર છે, તે રોડ નિર્માણના પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે વધુ શક્તિ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વધુમાં, CEV-Vના યુગમાં, મહિન્દ્રા અર્થમાસ્ટર બેકહો લોડર્સ અનન્ય અને પોતાનામાં પ્રથમ ગેરંટીઓ સાથે ઈન્ડસ્ટ્રીમાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યા છે, જે ગ્રાહકોને અજોડ કામગીરી, અપટાઇમ અને કાર્યક્ષમતા સાથે સશક્ત બનાવે છે:
- 48 કલાકની અપટાઇમ ગેરંટી અથવા પ્રતિ દિવસ રૂપિયા 1000નું વળતર
- STD મોડમાં પ્રતિ લિટર સૌથી વધુ ઉત્પાદકતાની ગેરંટી
- STD મોડમાં સૌથી વધુ ઇંધણ કાર્યક્ષમતાની ગેરંટી
MCE હાલના મશીનોના CEV-V વર્ઝન – 55HP એન્જિન સાથેના મહિન્દ્રા અર્થમાસ્ટર SXe બેકહો લોડર રેન્જ તેમજ ગ્રેડર રેન્જમાં 74HPના એન્જિન સાથેના મહિન્દ્રા રોડમાસ્ટર G90 અને G80ને પણ ચાલુ રાખશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
