મેઇનબોર્ડમાં SINE DIE, એકપણ IPO નહિં, SHERA ENERGYનો SME IPO 7 ફેબ્રુઆરીએ
એસએમઇ પ્લેટફોર્મ ઉપર જયપુર સ્થિત શેરા એનર્જીનો આઇપીઓ તા. 7 ફેબ્રુઆરીએ
અમદાવાદઃ અદાણી એન્ટરપ્રાઇસિસના FPOમાં કંપનીએ રોકાણકારોને નાણા પરત કરીને ફરી વિશ્વાસ સંપાદિત કરવાનું કાર્ય કર્યું છે. અદાણી જૂથના શેર્સમાં જોવા મળેલું મંદીનું વાવાઝોડું ધીરે ધીરે શાંત પડી રહ્યું છે. પરંતુ સેકન્ડરી માર્કેટની મંદીનો પડઘો પ્રાઇમરી માર્કેટમાં નેગેટિવ પડી રહ્યો છે. જેના કારણે આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એક પણ IPO યોજાશે નહિં. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર એનએસઇ ઇમર્જ ખાતે જયપુર સ્થિત શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહ્યો છે. પ્રાઇમરી માર્કેટના નિષ્ણાતો આ ઇશ્યૂને આકર્ષક ગણાવી રહ્યા છે. ખાસ કરીને લિસ્ટિંગ ગેઇનની શક્યતા એટલાં માટે જણાય છે કે, ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર પ્રિમિયમ રુ. 30-40 વચ્ચે બોલાઇ રહ્યું છે.
શેરા એનર્જીઃ IPO એટ એ ગ્લાન્સ
IPO Date | Feb 7, 2023 to Feb 9, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹55- ₹57 |
Lot Size | 2000 Shares |
Issue Size | 6,176,000 shares |
Fresh Issue | 1,048,000 shares |
Offer for Sale | 5,128,000 shares |
Listing | NSE SME |
Market Maker | HOLANI CONSULTANTS PRIVATE LIMITED |
Company Promoters | Mr. Sheikh Naseem, Mrs. Shivani Sheikh and M/s Isha Infrapower Private Limited are the Promoters of the Company. |
જાન્યુઆરીમાં લિસ્ટેડ મેઇનબોર્ડ IPO પરફોર્મન્સ
કંપની | ઈશ્યૂ પ્રાઇસ | છેલ્લો | ગેઇન/લોસ% |
સાહ પોલિમર્સ | 65 | 85 | 30 |
રેડિયેન્ટ કેશ મેનેજમેન્ટ | 94 | 96 | 96 |
જાન્યુઆરીમાં લિસ્ટેડ એસએમઇ IPO પરફોર્મન્સ
કંપની | ઇશ્યૂ પ્રાઇસ | છેલ્લો | ગેઇન/લોસ% |
ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ | 71 | 78 | 10.21 |
ધરણી કેપિટલ | 20 | 20.6 | 3 |
એરિસ્ટો બાયો-ટેક | 72 | 75 | 3.7 |
ડ્યુકોલ ઓર્ગે. | 78 | 117 | 50 |
ઇસ્ટર્ન લોજિકા | 225 | 254 | 13 |
ચમન મેટાલિક્સ | 38 | 59 | 54 |
એસવીએસ વેન્ચર | 20 | 14 | -31.5 |
રેક્સ સિલિંગ | 135 | 135.65 | 0.48 |
એનલોન ટેકનોલોજી | 100 | 186 | 86 |
આરબીએમ ઇન્ફ્રાકોન | 36 | 92 | 156 |
હોમસ્ફી રિયાલ્ટી | 197 | 522 | 165 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)