મલાબાર ગોલ્ડે રૂ.50000 કરોડ ટર્નઓવર મેળવ્યું
કોઝિકોડ, 11 એપ્રિલ: મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ગત નાણાકીય વર્ષમાં 51,218 કરોડના વાર્ષિક રિટેઇલ વૈશ્વિક કારોબાર સાથે નવું સીમાચિહ્ન હાંસલ કર્યાંની જાહેરાત કરી છે. હાલમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ 13 દેશોમાં 345 સ્ટોર્સનું સંચાલન કરે છે તથા કંપની ન્યુઝિલેન્ડ, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને યુરોપના વિવિધ સ્થળો ઉપર નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની યુએસ, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવાં વર્તમાન માર્કેટ્સમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરશે તથા આગામી વર્ષમાં 100 નવા સ્ટોર્સ શરૂ કરવાની યોજના છે. બ્રાન્ડ વધુ 7,000 કર્મચારીઓને નિયુક્ત કરવા માગે છે, જે સાથે કુલ સંખ્યા 28,000 થઇ જશે. 21,000 કર્મચારીઓ 26 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. કંપનીની સફળતા વિશે મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે જણાવ્યું હતું કે, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ભારતમાં તેની ઉપસ્થિતિ ધરાવતા રાજ્યોમાં વધુ સ્ટોર્સ શરૂ કરવા ઉપરાંત ઝારખંડ, ગોવા, આસામ, ત્રિપુરા અને જમ્મુ અને કાશ્મીર જેવાં રાજ્યોમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)