માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22000 અને 21700 પોઇન્ટની સપાટી નિર્ણાયક, ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ બુધવારે નિફ્ટીએ કોન્સોલિડેશન સાથે ફ્લેટ બંધ આપવા સાથે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. આરબીઆઇ પોલિસી તેમજ વિકલી એક્સપાયરીના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં સાવચેતી વર્તાઈ રહી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 22100 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે. તે ક્રોસ થતાં 22400 પોઇન્ટ જોવા મળી શકે. નીચામાં 21700ની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિપોર્ટમાં જોવા મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ ક્રોમ્પ્ટન, બલરામ ચીની, ઝાયડસ લાઇફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, આઇનોક્સ વિન્ડ, ઇપીએલ, સ્ટાર હેલ્થ, આઇઓબી, એનએચપીસી, એસજેવીએન, ટીસીએસ, ઇન્ડસટાવર, એસબીઆઇ, પેટીએમ, યસ બેન્ક
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45605- 45392, રેઝિસ્ટન્સ 46047- 46276
સેક્ટર્સ ટૂ વોચઃ કન્ઝ્યમર, પાવર, સિલેક્ટિવ ફાઇનાન્સિયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)