માર્કેટ લેન્સઃ પહેલી 15 મિનિટ માર્કેટ સેન્ટિમેન્ટ ભારે વોલેટાઇલ રહેવાની દહેશતઃ નિફ્ટી સપોર્ટ 19603- 19553, રેઝિસ્ટન્સ 10690- 19726
અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ઇઝરાયલ- હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે વૈશ્વિક શેરબજારોની સ્થિતિ ડામાડોળ બની શકે છે. તેને ધ્યાનમાં રાખી તમામ ટેકનિકલ- ફન્ડામેન્ટલ્સ સાઇડમાં રાખી રોકાણકારો અને ટ્રેડર્સે સેન્ટિમેન્ટલ ટ્રેન્ડ જોઇ પારખીને પછી જ સ્ટોપલોસ આધારીત ટ્રેડ- બાય – સેલ કરવાની ખાસ સલાહ છે.
નિફ્ટી-50 એ તેની 19250 પોઇન્ટની રોક બોટમને જાળવી રાખવા સાથે રાહત રેલીમાં 19654 પોઇન્ટ સુધીનો આકર્ષક સુધારો નોંધાવ્યો છે.
માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી રહ્યું છે. 19600ના લેવલથી માર્કેટમાં સુધારાની આગેકૂચ માટેના ટેકનિકલ સંકેતો મળી રહ્યા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ અહેવાલ જણાવે છે. નિફ્ટી માટે ઉપરમાં 19650 નજીક ક્રોસઓવર જણાય છે. તે ક્રોસ થતાં માર્કેટમાં સંગીન સુધારાનો પાયો રચાઇ શકે છે. પરંતુ પહેલી 15 મિનિટ માર્કેટ સેન્ટિમેન્ટ માટે અતિ મહત્વની સાબિત થશે. માર્કેટ ભારે વોલેટાઇલ જોવા મળી શકે છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટઃ 44235- 44110, રેઝિસ્ટન્સ 44493, 44626
બેન્ક નિફ્ટીએ પણ આગલાં દિવસના ગેપડાઉનને ભરપાઇ કરવા સાથે શુક્રવારે સુધારો નોંધાવ્યો હતો. સાથે સાથે 44100 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ ટકાવી રાખ્યો હતો. ઉપરમાં 44500 નજીક ક્રોસઓવર અને ત્યારબાદ ઉપરમાં 45000 પોઇન્ટ સુધીના સુધારાને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)