માર્કેટ લેન્સઃ NIFTY માટે 25000નું લેવલ જાળવવું જરૂરીઃ સપોર્ટ 25049- 24991, રેઝિસ્ટન્સ 25149- 25280
ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ તેજીવાળા લોકો માટે અનુકૂળ રહ્યા છે. જેમાં હાયર હાઇ બોટમ પેટર્ન ચાલુ રહેવા સાથે જો NIFTY નિર્ણાયક રીતે ટેકનિકલ રેઝિસ્ટન્સને પાર કરે છે, તો નિષ્ણાતોના મતે, 25,400-25,500 લેવલ્સ જોવાના રહેશે. 25,000-24,900 ઝોન સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.
| Stocks to Watch: | Titan, GodrejConsumer, KeystoneRealtors, TataMotors, Shringar, SaatvikGreen, AnantRaj, CCI, Lloyds Metals, IRBInfra, IIFLFinance, JSWEnergy, UNOMinda, NLCIndia, AshokLeyland, LodhaDev |
અમદાવાદ, 8 ઓક્ટોબરઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ પરંતુ અંડરટોન પોઝિટિવ રહેવા સાથે NIFTY 25000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જે બુલિશ મોમેન્ટમનો સંકેત આપે છે. NIFTY તેની 30 દિવસીય એસએમએથી ઉપર ટ્રેડ થઇ રહ્યો છે. જે સુધારાની આગેકૂચનો આશાવાદ જગાવે છે. તાજેતરની ગ્રીન કેન્ડલસ્ટીક પણ સજેસ્ટ કરે છે કે, માર્કેટમાં પોઝિટિવ પ્રાઇસ ટ્રેન્ડ જળવાઇ રહે અને 25200નું રેઝિસ્ટન્સ ક્રોસ થાય તેવી શક્યતા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ 56 આસપાસ નેચલર ટૂ સ્લાઇટલી પોઝિટિવ કન્ડિશન જોવા મળી શકે. જેમાં વધુ સુધારા માટે પ્રોફીટ બુકિંગ પ્રેશર નીચું રહે તે જરૂરી રહેશે.

NIFTY અપેક્ષા મુજબ, 25,200 ઝોનને સ્પર્શી ગયો હતો પરંતુ હાયર ઝોનમાં કેટલાંક પ્રોફિટ બુકિંગને કારણે ત્યાં ટકી શક્યો નહીં. આગળ જતાં, 25,200-25,300 NIFTY માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ બનવાની અપેક્ષા છે, કારણ કે તેની ઉપર, 25,450 (સપ્ટેમ્બર સ્વિંગ હાઇ) જોવાનું લેવલ છે. જો કે, તેની નીચે ટકી રહેવાથી 25,000-24,900 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન થઈ શકે છે. દરમિયાન, જ્યાં સુધી બેંક NIFTY 56,000નો બચાવ કરે છે, ત્યાં સુધી 56,500-56,800 ઝોન અને ત્યારબાદ 57,000 ઝોન તરફ તેજી આવવાની શક્યતા છે. જોકે, નિષ્ણાતોના મતે, તેનાથી નિર્ણાયક રીતે નીચે જવાથી 55,700, જે મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે, તેના દરવાજા ખુલી શકે છે.

7 ઓક્ટોબરના રોજ, નિફ્ટી 31 પોઈન્ટ વધીને 25,108 પર બંધ થયો હતો, અને બેંક નિફ્ટી 135 પોઈન્ટ વધીને 56,239 પર ટ્રેડિંગના અંતિમ કલાકમાં પ્રોફિટ બુકિંગ પછી બંધ થયો હતો. જોકે, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,234 શેર વધતા ગયા હતા, તેની સરખામણીમાં કુલ 1,585 શેરમાં વેચાણનું દબાણ જોવા મળ્યું.

આગળ જતાં, 25,200-25,300 નિફ્ટી 50 માટે તાત્કાલિક અવરોધ બનવાની ધારણા છે, કારણ કે તેની ઉપર, 25,450 (સપ્ટેમ્બર સ્વિંગ હાઈ) એ જોવાનું લેવલ છે. જોકે, તેનાથી નીચે રહેવાથી 25,000–24,900 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન થઈ શકે છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું.
| Stocks in F&O ban: | RBL Bank |
ઇન્ડિયા VIX: તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો અને 1.4 ટકા ઘટીને 10.05 થયો, જે બુલ્સ માટે આરામદાયક વાતાવરણ દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
