માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19001-18861, રેઝિસ્ટન્સ 19220- 19298, ઇન્ટ્રા-ડે વોચઃ બંધન બેન્ક, વેદાન્તા, ચોલા ફાઇનાન્સ
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ નિફ્ટીએ સોમવારે 19850નું હાયર બોટમ બનાવવા સાથે મજબૂત સુધારાની ચાલ નોંધાવી હતી. જેમાં નિફ્ટીએ દિવસની ટોચની સપાટી નજીક બંધ આપ્યું છે. 19250- 19300 પોઇન્ટની મલ્ટી મન્થ બોટમ્સને ફોલો કરવા સાથે નિફ્ટી 19500નું રેઝિસ્ટન્સ પણ મેઇન્ટેઇન કરી રહ્યો છે. સાથે સાથે 19800 ક્રોસ કરવા નહિં કરવાની અવઢવમાં રહે છે. તે જોતાં માર્કેટની રેન્જ 19000- 19300ની ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સાથે સાથે સ્ટોપલોસને નહિં ભૂલવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ અહેવાલ જણાવે છે. આરએસઆઇ અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ મૂવનો સંકેત આપે છે.
બેન્ક નિફ્ટી એ બ્રોડર માર્કેટની સાથે સાથે સુધારાની ચાલ સાથે કદમતાલ મિલાવ્યા છે. 200 દિવસીય એવરેજને ક્રોસ કર્યા પછી મજબૂત સુધારાની ચાલના સંકેતો દેખાઇ રહ્યા છે. 43500 પોઇન્ટનું સબસ્ટેન્સ લેવલ મજબૂત કવરીંગનો સંકેત આપે છે.
આરએસઆઇ લોઅર રેન્જથી સુધરી છે અને આગામી દિવસોમાં પોઝિટિવ મોમેન્ટમ જળવાઇ રહેવાનો આશાવાદ ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. 42582 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ અને 43304 પોઇન્ટનો મહત્વનો રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)