માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19174- 19066, રેઝિસ્ટન્સ 19473- 19664, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, SRF, લૌરસ લેબ
અમદાવાદ, 25 ઓક્ટોબરઃ સળંગ ચાર દિવસના હેવી સેલિંગ પ્રેશર વચ્ચે નિફ્ટીએ 19300 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ અને સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી એમ ત્રણ મિથુન રાશિની ક્રાઇસિસના કારણે માર્કેટનું મોરલ ડાઉન રહ્યું છે.
પરંતુ ટેકનો- ફન્ડામેન્ટલ્સ સૂચવે છે માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનમાં પણ છે. નિફ્ટીએ તેની 19400 પોઇન્ટની 200 દિવસીય એવરેજને તોડી છે. તે જોતાં માર્કેટમાં સાવધાની અને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાઇ રહી છે. રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે હવે 19400- 19500 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ બની શકે છે. સાથે સાથે 19000 પોઇન્ટને રોક બોટમ ગણીને સ્ટોક્સ સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટોપલોસ સાથે સાથે રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવી શકાય.
બેન્ક નિફ્ટીએ પીએસયુ અને પ્રાઇવેટ બેન્ક્સમાં હેવી સેલિંગ પ્રેશરના કારણે 43200 પોઇન્ટની મહત્વની સપાટી ગુમાવી છે. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટી માટે 44300- 44600 પોઇન્ટની સપાટી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જણાય છે. નીચામાં 42700 પોઇન્ટની રોક બોટમને ધ્યાનમાં રાખીન ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટસ્ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)