અમદાવાદ, 10 નવેમ્બરઃ DIWALI FESTIVALS, VACATION MOOD, જિયો પોલિટિકલ ક્રાઇસિસ સહિત વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ એચએનઆઇ વર્ગની સેકેન્ડરી માર્કેટમાં પાંખી હાજરીના કારણે શેરબજારોમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ નીચાં રહ્યા છે. જેના કારણે નિફ્ટી સતત 100 દિવસની તેની એવરેજને વારંવાર ક્રોસ કરીને પાછો ફરી રહ્યો છે. જ્યાં સુધી 19500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરશે નહિં ત્યાં સુધી માર્કેટમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા ઓછી હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

નિફ્ટી અગાઉ 19250ની મલ્ટી મન્થ સપોર્ટ સપાટી ટકાવી ગયો છે અને હવે આ રેન્જમાં જ માર્કેટ થોડા સમય માટે અથડાયેલું રહે તેવી શક્યતા છે. તે જોતાં રોકાણકારો, ટ્રેડર્સે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક શોર્ટ, મિડિયમ ટર્મ એપ્રોચ અને નિષ્ણાતોની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી રહી. આજની ઇન્ટ્રા-ડે ટ્રેડ સ્ટ્રેટેજી માટે નિફ્ટીમાં 19361- 19327, રેઝિસ્ટન્સઃ 19447- 19498ની સપાટી ધ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે.

બેન્ક નિફ્ટી પણ તેની શોર્ટ અને લોંગ ટર્મ એવરેજિસની ઉપર રમી રહ્યો છે. 43800 પોઇન્ટના લેવલને ક્રોસ કર્યા પછી બ્રેકઆઉટની શક્યતા જણાય છે. અવરલી ચાર્ટની એવરેજિસ જોતાં એવું જણાય છે કે, 43100 પોઇન્ટની સપાટી મજબૂત સપોર્ટ પૂરો પાડી રહી છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડઃ શ્રીરામ ફાઇનાન્સ અને એચસીએલ વેચો અને ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદો તેવી સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)