MARKET LENS: નિફ્ટી સપોર્ટ 19606- 19536, રેઝિસ્ટન્સ 19719- 19763, ઇન્ટ્રા-ડે વોચઃ પિડિલાઇટ, ગુજરાત ગેસ
અમદાવાદ, 16 નવેમ્બરઃ અમેરીકન અર્થતંત્રના પોઝિટિવ ન્યૂઝ અને અમેરીકન શેરબજારોમાં આવેલા ઊછાળાના પગલે વૈશ્વિક શેરબજારોમાં પણ વિક્રમ સંવત 2080નો ઉદય સુધારાના ટોન સાથે થયો. એટલુંજ નહિં નિફ્ટી ફરી એકવાર 19600 પોઇન્ટની અતિ અતિ અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ થયો છે. તેની ઉપર ટકી રહે તે જોવાનું રહેશે. નિફ્ટીએ તેની 50 ડે એવરેજ 19580ને ક્રોસ કરી લીધી છે અને મહિનાની ટોચે બિરાજ્યો છે. જેનાથી માર્કેટ મોમેન્ટમ પોઝિટિવ બની હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. નિફ્ટી માટેનો આગળનો પડાવ 19800 રહેશે. નીચામાં 19400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટીને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડે વોચઃ પિડિલાઇટ અને ગુજરાત ગેસ ખરીદો, પાવરગ્રીડ વેચો
બેન્ક નિફ્ટીએ સતત પોઝિટિવ સ્ટાન્સ સાથે 44500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ નજીક પડાવ નાંખ્યો છે. જે ક્રોસ થયા બાદ 44800નું રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાનું રહેશે. નીચામાં 43800 પોઇન્ટની ટોપ રેન્જ એ હવે તેની સપોર્ટ રેન્જ બની હોવાનું ટેકનિકલી જણાય છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર સુધારાના સંકેતો છે. જોકે, ઓવરબોટ માર્કેટમાં માઇનોર કોન્સોલિડેશનને વેલ્યૂ બાઇંગની તક સમજવાની પણ સલાહ મળી રહી છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)