માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19658- 19621, રેઝિસ્ટન્સ 19743- 19793, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, વીપ્રો
અમદાવાદ, 21 નવેમ્બરઃ સોમવારે સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારોએ નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ સેકન્ડ હાફમાં બજાર બંધ થવા પૂર્વે થોડું વેલ્યૂ બાઇંગ રહેતાં ઘટાડો અટક્યો હતો. નિફ્ટી-50એ આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે અને તે જોતાં માર્કેટમાં સુધારાની શક્યતા વધી રહી છે. ઉપરમાં નિફ્ટી હવે 19850 ક્રોસ કરે તે જરૂરી રહેશે. જેમાં નિફ્ટીની રેન્જ હવે 19550- 19850 પોઇન્ટની જણાય છે. જો કે ડેઇલી ચાર્ટ ઉપરનું લોઅર ટોપ ફોર્મેશન સાવચેતી સાથે ટ્રેડ કરવાની સલાહ આપતું હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ ચાર્ટ ઉપરથી જોવા મળી રહ્યું છે.
ઇન્ટ્રા-ડે વોચ ઓફ ધ ડેઃ કોટક બેન્ક અને વીપ્રો ખરીદો, સન ફાર્મામાં સાવચેતી
બેન્ક નિફ્ટીએ એવરેજની લોઅર એન્ડ બેન્ડ નજીક દોજી કેન્ડલ સાથે બંધ આપીને સાવચેતીનો સૂર વ્યક્ત કર્યો છે. બેન્ક નિફ્ટી માટે હવે મહત્વનો સપોર્ટ 43300- 43400 પોઇન્ટ આસપાસ જણાય છે. ઉપરમાં 43449- 43312ની મહત્વની સપોર્ટ અને 43723- 43860 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)