અમદાવાદ, 22 નવેમ્બરઃ નિફ્ટી-50એ મંગળવારે તેની દોજી કેન્ડલ કરતાં ઊંચી સપાટીએ બંધ આપવા ઉપરાંત એક માસની ઊંચી સપાટીએ બંધ રહેવા સાથે સંકેત આપ્યો છે કે, માર્કેટમાં મોમેન્ટમ પોઝિટિવ થઇ રહી છે. પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યાનો ઊભરો અને જિયો પોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ સેકન્ડરી માર્કેટમાં સુધારાના સારા સંકેતો નવા વેલ્યૂ બાઇંગ માટેના સંકેતો આપી રહ્યા છે. ઉપરમાં નિફ્ટીએ હવે 19850 માત્ર ક્રોસ જ નથી કરવાની તેની ઉપર સળંગ 3 દિવસ બંધ પણ આપવું જરૂરી રહેશે. જેથી સુધારાનો વિશ્વાસ જળવાઇ રહે. જો આમ થશે તો નિફ્ટી માટેના આગામી ટાર્ગેટ્સ 19550- 19600 અને ત્યારબાદ 20000 પોઇન્ટ હોવાનું રિલાયન્સ રિસર્ચના ટેકનિકલ રિપોર્ટ અનુસાર જણાવાય છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, યુપીએલ અને એક્સિસ બેન્ક સ્ટોપલોસ સાથે ખરીદો.

બેન્કનિફ્ટીએ પણ ઊંચા મથાળે ખૂલ્યા બાદ 43800ની સપાટી ક્રોસ કરવામાં તો જોકે આનાકાની જ કરી છે. ટ્રેડિંગ સાઇડવે રહેવા સાથે વોલેટિલિટી પણ નેરો રેન્જમાં રહી હતી. 20 દિવસીય એવરેજ 43400ની છે. તે જોતાં માર્કેટમાં 43587- 43484 પોઇન્ટના સપોર્ટ અને 43791- 43893 પોઇન્ટના રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તરફથી મળી રહી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)