માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21498-21377, રેઝિસ્ટન્સ 21691-21763, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ઓટો, UPL, HDFC લાઇફ
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ નિફ્ટી-50એ સેકન્ડ હાફ પછી ટર્નઅરાઉન્ડ થવા સાથે 20 દિવસીય એવરેજ જાળવી રાખી છે. સાથે સાથે મજબૂત અપમૂવ સાથે સુધારાનો સંકેત આપ્યો છે. એટલુંજ નહિં આગલાં દિવસની ઇન્સાઇડ રેન્જની ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે. કે, 21450 પોઇન્ટની સપાટી જ રોક બોટમ છે. આરએસઆઇ એવરેજ લાઇન કરતાં નીચે છે અને તેનું ક્રોસ ઓવર અપવર્ડ મૂવનો સંકેત આપે છે. તે જોતાં ગુરુવારે પણ માર્કેટમાં સુધારાની મોમેન્ટમ જળવાઇ રહેવા સાથે નિફ્ટી માટે 21498- 21377, રેઝિસ્ટન્સ 21691- 21763 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ 2620 ક્રોસઃહજી બે દિવસ રાહ જુઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે બમ્પર ઉછાળા સાથે 2620ની મજબૂત રેઝિસ્ટન્સને બીટ કરવા સાથે બંધ આપ્યું છે. ગુરુ અને શુક્રવારે રિલાયન્સ આ સપાટી જાળવી રાખે તો મજબૂત સુધારાની શરૂઆત સમજવી. ઇન્ટ્રા-ડે વોચ માટે અન્ય શેર્સમાં જિયો ફાઇનાન્સ, બજાજ ઓટો, એચડીએફસી લાઇફ, ઇન્ફોસિસ, ટીસીએસ, ઇરેડા, બીસીજી, ઇપકા લેબ્સ, આઇટીસી, વીપ્રો.
બેન્ક નિફ્ટીઃ 47000 પોઇન્ટની લોઅર સપોર્ટ રેન્જથી બાઉન્સબેક સાથે બેન્ક નિફ્ટીએ પોઝિટિવ ટ્રેન્ડ નોંધાવ્યો છે. ઉપરમાં 20 દિવસીય એવરેજ 47800 પોઇન્ટ રહેવા સાથે તે રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે. નીચામાં 46950 પોઇન્ટની સપાટીને સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવાની માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)