અમદાવાદ, 16 મેઃ બજારો ધીરે ધીરે કોન્સોલિડેટેડ મોડમાં ચાલી રહ્યા છે. લોકસભા ચૂંટણી અને પરીણામો સુધી એટલેકે, 4 જૂન સુધી બજારની સ્થિતિ અસમંજસ ભરેલી રહેવાની શક્યતા છે. બાકી એશિયાઇ શેરબજારોમાં ડોલરની નબળાઇ પાછળ તેજીનો વાવર ચાલી રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિફ્ટી જ્યાં સુધી 22300 પોઇન્ટનું મુખ્ય રેઝિસ્ટન્સ ક્રોસ કરે નહિં ત્યાં સુધી નવી ખરીદીમાં સ્ટોક સ્પેસિફિક અને સ્ટોપલોસ સાથેનો એપ્રોચ અપનાવવો રહ્યો. ઉપરમાં એકવાર 22500- 22600 પોઇન્ટ ક્રોસ કર્યા પછી જ નિફ્ટીમાં મોટી તેજીની શક્યતા જણાય છે.

15 મેના રોજ, BSE સેન્સેક્સે નેગેટિવ ટ્રેન્ડ સાથે 118 પોઈન્ટ ઘટીને 72,987 પર હતો, જ્યારે નિફ્ટી 50 17 પોઈન્ટ ઘટીને 22,201 પર હતો અને ડેઇલી ચાર્ટ ઉપર અને સ્મોલ લોઅર શેડો  સાથે મંદીની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતીતે જોતાં ‘બાય ઓન ડીપ્સ’ અને ‘સેલ ઓન ધ રાઇઝ’નો વ્યવહારિક અભિગમ હોવો જરૂરી છે.

20 DEMA (22,300 પર મૂકવામાં આવી છે) ની સ્થિતિસ્થાપકતા નજીકના સમયગાળામાં બુલ્સ માટે મુશ્કેલ છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સૂચવે છે કે, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22272- 22307 અને 22362 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા. જ્યારે સપોર્ટ લેવલ્સ 22161- 22127 અને 22071 પોઈન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22136- 22071 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22281- 22362 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, ઇરેડા, અદાણી ગ્રીન, ગાયત્રી પ્રોજેક્ટ્સ (જોખમ સાથે), બીએસઇ, જેએસડબલ્યૂ ઇન્ફ્રા, મઝગાંવડોક્સ, પેટીએમ, પીએનબી હાઉસિંગ, એસબીઆઇ, રિલાયન્સ, આરવીએનએલ

સેક્ટર્સ ટૂ વોચઃ બેન્કિંગ- ફાઇનાન્સ, હેલ્થકેર, ઓઇલ- એનર્જી- ગ્રીન એનર્જી, કન્સ્ટ્રક્શન

બેન્ક નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 47888- 47988 અને 48149

બે ટ્રેડિંગ સેશનમાં અપટ્રેન્ડ બાદ બેન્ક નિફ્ટી પણ દબાણ હેઠળ હતી. બેંકિંગ ઇન્ડેક્સ 172 પોઈન્ટ ઘટીને 47687 પર હતો અને ડેઇલી ચાર્ટ પર બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી હતી. પરંતુ બીજા દિવસ માટે 48000 પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલી  બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 47888- 47988 અને 48149 અને  સપોર્ટ લેવલ્સ 47565- 47465 અને 47304 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ

NSE એ બલરામપુર ચીની મિલ્સ, બિરલાસોફ્ટ, GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હિન્દુસ્તાન કોપર, વોડાફોન આઈડિયા, પિરામલ એન્ટરપ્રાઈઝ, સેઈલ અને ઝીને જાળવી રાખતાં 16 મે માટે બાયોકોન, ગ્રાન્યુલ્સ ઈન્ડિયા, ઈન્ડિયા સિમેન્ટ્સ અને LIC હાઉસિંગ ફાઈનાન્સને F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યા છે. એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ આ યાદીમાં સામેલ છે. કેનેરા બેંકને આ યાદીમાંથી દૂર કરવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)