માર્કેટ લેન્સઃ સેન્ટિમેન્ટલ હિસ્ટેરીયા: નિફ્ટી 21000 સુધી તૂટશે, નિફ્ટી માટે સપોર્ટ 21464-21357, રેઝિસ્ટન્સ 21765-21959, ઇન્ટ્રાડે વોચઃ ભારતી એરટેલ, ITC, JSW સ્ટીલ
અમદાવાદ, 18 જાન્યુઆરીઃ નિફ્ટી 21000 આસપાસ ઘૂંટાયો ત્યારે 75 ટકા પબ્લિક કહેતી હતી કે ડિસેમ્બર સુધીમાં 22000 થઇ જશે. હવે 22000 થઇ ગયા બાદ બુધવારે આવેલા હેવી કરેક્શનને જોઇને માસ હિસ્ટેરિયા શરૂ થયો છે કે, નિફ્ટી બુધવારે 300 પોઇન્ટ નીચો ખૂલશે, 21000 થઇ જશે, માર્કેટ હવે માર્ચ સિવાય નહિં ચાલે…. બ્લા… બ્લા… બ્લા….. માસ સેન્ટિમેન્ટ ખરડાયું છે. પરંતુ વર્લ્ડ માર્કેટની સ્થિતિ જોઇએ તો ડાઉન જોન્સ 94 પોઇન્ટ ડાઉન, ડાઉ ફ્યુચર 11 પોઇન્ટ પ્લસ, ગીફ્ટ નિફ્ટી 176 પોઇન્ટ માઇનસની સ્થિતિ છે. તે જોતા માર્કેટમાં સેન્ટિમેન્ટલી શરૂઆત નેગેટિવ થઇ શકે છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે સપોર્ટ 21464- 21357, રેઝિસ્ટન્સ 21765- 21959 પોઇન્ટની સપાટીઓ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે. નિફ્ટી 21500 નીચે જાય તો પછી નવી ખરીદીમાં સાવચેતી રાખવી પરંતુ જો ઇન્ટ્રા-ડે 21650 ક્રોસ થાય તો ઉપરમાં 21800 સુધી સુધરવાની શક્યતા જણાય છે. 21250- 21400 પોઇન્ટની સપાટીઓ રોક બોટમ હોવાનું જણાય છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે 2772- 2710.05ની રેન્જમાં રમી છેલ્લે 2723.15ની સપાટીએ એટલેકે લોઅર બોટમ નજીક બંધ રહ્યો છે. જો ગુરુવારે 2700ની સપાટી ઇન્ટ્રા-ડે તૂટે તો નીચામાં 2686 થઇ શકે. ઇરેડા ખરાબ બજારમાં પણ 3.93 ટકાના સુધારા સાથે 124.20 બંધ રહ્યો છે. શોર્ટ- મિડિયમ ટર્મમાં શેર રૂ. 150 આસપાસ જવાની ધારણા બજાર નિષ્ણાતો મૂકી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)