અમદાવાદ, 23 મેઃ GIFT નિફ્ટીમાં નેગેટિવ ટ્રેન્ડને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ શરૂઆત કરે તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગીફ્ટ નિફ્ટી 33 પૉઇન્ટનું નુકસાન સૂચવે છે.

22 મેના રોજ માર્કેટ્સમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો હતો. ખાસ કરીને ફેડની તાજેતરની મીટિંગ મિનિટ્સ બહાર પાડવામાં આવે તે પહેલા નિફ્ટીએ 22,600ની સપાટી ફરી ક્રોસ કરી હતી. સેન્સેક્સ 267.75 પોઈન્ટ અથવા 0.36 ટકા વધીને 74,221.06 પર હતો, જ્યારે નિફ્ટી 68.80 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 22,597.80 પર હતો.

રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટીએ 3 સપ્તાહની ટોચે બંધ આપ્યું છે. અને 22400નો સપોર્ટ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે. તેથી તેજીની આગેકૂચ માટે ઉપરમાં 22600 જળવાઇ રહે તે જરૂરી રહેશે. નીચામાં નિફ્ટી 22330- 22390ની રેઝિસ્ટન્સ સપાટી ધરાવે છે. જ્યાં પ્રોફીટ બુકિંગ પ્રેશર આવી શકે છે.

બેન્ક નિફ્ટીએ પણ સતત ઘટાડાની ચાલ વચ્ચે ખાસ કરીને પીએસયુ બેન્ક્સમાં સેલિંગ પ્રેશર સાથે નેગેટિવ ટ્રેન્ડ દર્શાવ્યો છે. 47200 પોઇન્ટની 100 દિવસીય એવરેજ સપોર્ટ લેવલ તરીકે કામ કરી શકે છે. તેની ઉપર કે નીચેનું બ્રેકઆઉટ માર્કેટનો ટ્રેન્ડ નક્કી કરી શકશે.

નિફ્ટીઃ સપોર્ટ 22511- 22424, રેઝિસ્ટન્સ 22657- 22717

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47440- 47098, રેઝિસ્ટન્સ 48119- 48456

સ્ટોક્સ ટૂ વોચઃ નવનીત, ડીબીકોર્પ, ઇન્ડિગોપેઇન્ટ્સ, મેટ્રોબ્રાન્ડ્સ, જીઆરશિપ, યુનિયનબેન્ક, એસબીઆઇ, પીજીઇએલ, એચપીસીએલ, એશિયનપેઇન્ટ, એલટીઆઇએમ, એપોલોટાયર, આઇઆરબી, આઇઆરએફસી, આરવીએનએલ, ઇરેડા, એનએચપીસી, એચએએલ

સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, ઇન્સ્યોરન્સ, હેલ્થકેર, ઓઇલ

FII અને DII પ્રવાહઃ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 22 મેના રોજ રૂ. 686 કરોડની ભારતીય ઇક્વિટી વેચી હતી. તેનાથી વિપરીત, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 961 કરોડની કિંમતની ઇક્વિટી ખરીદી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)