MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23262- 23162, રેઝિસ્ટન્સ 23421- 23481
જો નિફ્ટી ૨૩,૨૫૦ ઉપર ટકી રહે છે, તો આગામી સત્રોમાં ૨૩,૫૦૦-૨૩,૬૦૦ તરફનો ટ્રેન્ડ શક્ય બની શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ૨૩,૦૦૦ પર મહત્વપૂર્ણ સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી અપનાવવી
STOCKS TO WATCH: | HFCL, GlandPharma, GardenReachShip, PremierEnergies, TataChemicals, Castrol, NLCIndia, BajajFinance, MankindPharma, ITC, DeepakNitrite, IndusIndBank, SBICard |
અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ 23200ના લેવલને ટચ કરી લીધું છે. સાથે સાથે દોજી કેન્ડલની રચના સાથે બંધ રહ્યો છે. તે જોતાં માર્કેટમાં હવે મંદીનો માતમ હળવો થવાની ધારણા સેવાય છે. અવરલી એવરેજ અને આગલાં દિવસની 23200ની નીચી સપાટી બન્ને જળવાઇ રહ્યા છે. તે જોતાં કરન્ટ મોમેન્ટમ જૂનું હોય તે હોલ્ડ કરવાનો સંકેત આપે છે. જ્યારે રેઝિસ્ટન્સ 23800ની સપાટી ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, આરએસઆઇ તથા અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ મિક્સ ટોન સાથે હાલના સ્તરથી થોડું લેણ કરવાનો સંકેત આપી રહ્યા છે.
નિફ્ટી | સપોર્ટ 23262- 23162, રેઝિસ્ટન્સ 23421- 23481 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 48953- 48696, રેઝિસ્ટન્સ 49421- 49631 |
બજેટના દિવસે જોવા મળેલી અસ્થિરતા પછી, 3 જાન્યુઆરીએ શેરબજારો ફરી લાલ રંગમાં સરકી સરકી જવાના કારણે અઠવાડિયાની શરૂઆત 0.5%ના ઘટાડા સાથે નકારાત્મક થઈ છે. જોકે, નિફ્ટી તેના ઇન્ટ્રાડે ઘટાડાને પચાવવા સાથે ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજ (10, 20-દિવસના EMA) તેમજ બોલિંગર બેન્ડ્સની મધ્યરેખાને બચાવીને બંધ રહ્યો છે. જે પોઝિટિવ સંકેત છે. નિષ્ણાતોના મતે, નિફ્ટી ટૂંકા ગાળામાં એક નવો ઉચ્ચ બોટમ બનાવવાની પ્રક્રિયામાં હોય તેવું લાગે છે, ખાસ કરીને છેલ્લા લોઅર હાઇ (23,426)થી ઉપર ગયા પછી જો નિફ્ટી 23,000થી ઉપર રહે છે, તો 23,600 (200-દિવસના EMA) તરફ ઉપર તરફ ઉછાળો આવવાની શક્યતા નકારી શકાય નહીં; જોકે, તાત્કાલિક સપોર્ટ 23,200 પર છે.
ઇન્ડિયા VIX: પાછલા સતત ત્રણ સત્રોમાં તીવ્ર ઘટાડા પછી 1.83% ફરી 14.35 પર પહોંચ્યો. જોકે, તે નીચલા ઝોનમાં રહે છે અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે છે, જે તેજીવાળાઓ માટે રાહતના સમાચાર ગણાવી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)