માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 231275, રેઝિસ્ટન્સ 23611- 23714

| Stocks To Watch | WHIRLPOOL, ITC, HAL, IGL, INFY, WIPRO, TCS, TataPower, ONGC, SunPharma, IndusIndBank, LICHF, IRBInfra, NuvamaWealth, MahindraLifespace, AsterDM, TriveniTurbine, KarnatakaBank, GodrejAgro, HeroMoto, AurobindoPharma, UPL, IREDA, JIOFINANCE, IRCTC, INDIGO, ADANIGROUP, RELIANCE |
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફ્લેટ ટૂ નેગેટિવ બંધ આપવા સાથે નીચા મથાળેથી સુધારાનો સંકેત આપ્યો છે. બજેટ સ્પેશિયલ ટ્રેડિંગ ડે હોવાથી માર્કેટમાં વોલેટિલિટી તો રહેશે જ. માર્કેટમાં 500-600 પોઇન્ટની વોલેટિલિટી રહી શકે છે. નિફ્ટી માટે ટેકનિકલી 23800 પોઇન્ટની સપાટી હવે રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે. જે 50 દિવસીય એવરેજ છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ તેની એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સાથે સાથે સપોર્ટ લેવલ સુધરી 23200 પોઇન્ટ થયું છે. તેને ઘ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

ભારતીય શેરબજારોમાં કેન્દ્રીય બજેટ રજૂ થાય તે દિવસે ટ્રેડિંગ સત્રોમાં તીવ્ર ઉછાળો, અસ્થિર સ્વિંગ અને સ્ટોક-સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળતી હોય છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવામાં આવે તે પહેલાં શેરબજારોમાં તીવ્ર વોલેટિલિટી જોવા મળી શકે છે. સામાન્ય રીતે તીવ્ર પ્રી-બજેટ તેજી જોવા મળે છે, ટ્રેડર્સ અને રોકાણકારો જે ઇન્ડસ્ટ્રીઝમાં બજેટમાં રાહતની અપેક્ષા હોય તે સેક્ટર્સમાં ખરીદી કરતાં હોય અને અને બજેટ રજૂઆત સમયે વોલેટિલિટીના અંતે તાત્કાલિક રિએક્શન રૂપે તીવ્ર ખરીદી- વેચવાલીનો જે જુવાળ આવે છે. તેમાં કંઇક નવાણિયા કૂટાઇ જતાં હોય છે. બજેટ સારું રહેવાના આશાવાદ પાછળ છેલ્લા પાંચ સત્રોમાં બજારો બે ટકા ઉછળ્યા છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં, નિફ્ટી 50 એક ટકા ગગડ્યો છે તે પણ ધ્યાનમાં રહે. ઉલ્લેખનીય છે કે, ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોપલોસ, સ્ટોક, ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સાથે થોડું એનાલિસિસ કરીને રાહ જોઇને જ લેણ- વેચાણનો નિર્ણય કરવો હિતાવહ રહેશે.
| નિફ્ટી | સપોર્ટ 23342- 231275, રેઝિસ્ટન્સ 23611- 23714 |
| બેન્ક નિફ્ટી | સપોર્ટ 49188- 48788, રેઝિસ્ટન્સ 48831- 50074 |
નિફ્ટી શુક્રવારે ૨૫૯ પોઈન્ટ (૧.૧૧%) વધીને ૨૩,૫૦૮ પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી ૨૭૫ પોઈન્ટ (૦.૫૬%) વધીને ૪૯,૫૮૭ પર બંધ થયો હતો. જે બજારોમાં પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપે છે. NSE પર ૬૨૨ શેર ઘટ્યા હતા તેની સરખામણીમાં લગભગ ૧,૯૩૧ શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
