અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ NIFTY હાલમાં કોન્સોલિડેશન ફેઝમાંથી પસાર થઇ રહ્યો છે. મિક્સ કેન્ડલસ્ટીક પેટર્ન્સ સૂચવે છે કે, 24980- 25200 પોઇન્ટની સપાટીઓ નજીક તેને રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ 49 આસપાસ રમી રહ્યો છે. તે 50ના નેચરલ માર્કની નજીક ગણાવી શકાય. NIFTY માટે શુક્રવાર માટે સપોર્ટ 24635- 24525, રેઝિસ્ટન્સ 24907- 25080 ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘ્યાનમાં રાખવાની પણ સલાહ મળી રહી છે.

5 સપ્ટેમ્બરના રોજ ઊંચા સ્તરેથી નોંધપાત્ર પ્રોફિટ બુકિંગ છતાં NIFTY અને બેંક NIFTYએ નજીવો સુધારો મેળવવામાં સફળતા મેળવી હતી. જ્યાં સુધી NIFTY 24,700 જાળવી રાખે છે, ત્યાં સુધી 24,800 (50-દિવસ EMA) તરફ ઉપરની ગતિ, ત્યારબાદ 25,000 (ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ) શક્ય બની શકે છે. જોકે, તેની નીચે, 24,500–24,450 ઝોન સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. દરમિયાન, ટેકનિકલ અને મોમેન્ટમ સૂચકાંકો હજુ પણ બેંક NIFTYમાં ગભરાટ અને કોન્સોલિડેશન દર્શાવે છે. જો બેંકિંગ ઇન્ડેક્સ 54,000 પોઇન્ટનો સપોર્ટ ધરાવે છે, તે ટકી રહે ત્યાં સુધી 54,800–55,000 તરફ ઉપરની સફર શક્ય છે, ત્યારબાદ 55,350 (50 DEMA) આવે છે. પરંતુ જો તે 54,000ની નીચે રહે છે, તો 200-દિવસનો EMA (53,587) સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે.

4 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, NIFTY 19 પોઈન્ટ વધીને 24,734 પર પહોંચ્યો હતો. જ્યારે બેંક NIFTY 8 પોઈન્ટ વધીને 54,075 પર પહોંચ્યો હતો. માર્કરેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,043 એડવાન્સિંગ શેરની સરખામણીમાં લગભગ 1,743 શેરમાં કરેક્શન જોવા મળ્યું.

ઇન્ડિયા VIX: એ બીજા સત્ર માટે તેનો ડાઉનટ્રેન્ડ લંબાવ્યો, 0.71 ટકા ઘટીને 10.85 પર પહોંચ્યો, જે છ અઠવાડિયાનો નવો નીચો સ્તર દર્શાવે છે. તે તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે પણ ટકી રહ્યો, જે તેજીવાળાઓ માટે અનુકૂળ માનવામાં આવે છે.

ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 04 સપ્ટેમ્બરના રોજ રૂ. 106 કરોડની વેચવાલી નોંધાવી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 2233 કરોડની ખરીદી નોંધાવી હતી.

Stocks in F&O ban: RBL Bank