માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24730- 24667, રેઝિસ્ટન્સ 24860- 24926
જો NIFTY 24,700 પોઇન્ટની રોક બોટમને બચાવવામાં નિષ્ફળ જાય, તો વેચાણ દબાણ તેને 24,500–24,450 ઝોન સુધી નીચે ખેંચી શકે છે. ઉપરની બાજુએ, રેઝિસ્ટન્સ 24,900–25,000 ઝોનમાં રહેલો છે.
| Stocks to Watch: | NESTLE, HINDALCO, CUMMINS, ZYDUSLIFE, IGL, SaiLifeSciences, KaynesTech, GMMPfaudler, AxiscadesTech, NatcoPharma, ITDCementation, OswalPumps |
અમદાવાદ, 20 જૂનઃ છેલ્લા કેટલાંક દિવસથી NIFTY તેની આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપી રહ્યો છે. જે માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે આઇધર ઓર સાઇડ બ્રેકઆઉટ માટેની રાહ જોવાતી હોવાનો સંકેત આપે છે. નીચામાં 24500 પોઇન્ટ નીચે તરફનું બ્રેકઆઉટ આપી શકે છે. ખાસ કરીને સ્મોલકેપ, મિડકેપ્સમાં રોકાણકારો અને ટ્રેડર્સને સાચવીને, સ્ટોપલોસ સાથે સ્ટોક સ્પેસિફિક ટ્રેડ કરવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ અવરલી એવરેજ ઉપર ઓવરસોલ્ડ કન્ડિશન દર્શાવે છે. અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ થોડું કરેક્શન ઘેરું બનવાના સંકેત આપી રહ્યા છે.

19 જૂને NIFTYનું બીજું રેન્જબાઉન્ડ સત્ર હતું, જે મધ્યમ નુકસાન સાથે બંધ થયું અને બુલ્સ અને બેર્સ વચ્ચે અનિર્ણાયકતાનો સંકેત આપે છે. NIFTY ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજથી થોડો નીચે ગયો, જ્યારે મોમેન્ટમ સૂચકાંકો અને ઓસિલેટર ટૂંકા ગાળામાં સાવચેતીભર્યું દૃષ્ટિકોણ સૂચવે છે. નિષ્ણાતોના મતે, જો જો NIFTY 24,700 પોઇન્ટની રોક બોટમને બચાવવામાં નિષ્ફળ જાય, તો વેચાણ દબાણ તેને 24,500–24,450 ઝોન સુધી નીચે ખેંચી શકે છે. ઉપરની બાજુએ, રેઝિસ્ટન્સ 24,900–25,000 ઝોનમાં રહેલો છે.

દરમિયાન, બેંક NIFTY 56,000 ની નીચે ટ્રેડ થાય ત્યાં સુધી કોન્સોલિડેટેડ રહેવાની ધારણા છે, જેમાં 55,400 અને 55,150 પર સપોર્ટ રહેશે.
ગુરુવારે, NIFTY 19 પોઈન્ટ ઘટીને 24,793 પર બંધ થયો હતો, જ્યારે બેંક NIFTYએ બેન્ચમાર્ક કરતાં ઓછું પ્રદર્શન કર્યું હતું, જે 251 પોઈન્ટ ઘટીને 55,577 પર બંધ થયો હતો. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે, NSE પર 505 શેરમાં સુધારાની સામે લગભગ 2,103 શેર ઘટીને બંધ રહ્યા હતા.

ઇન્ડિયા VIX: સતત ચોથા સત્રમાં તેનો ડાઉનટ્રેન્ડ જાળવી રાખ્યો હતો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો હતો, જે 14.26 પર 0.14 ટકા ઘટીને બંધ થયો હતો, જે તેજીવાળાઓ માટે થોડી રાહત દર્શાવે છે.
ફંડ ફ્લો એક્શન: 19 જૂનના રોજ સતત ત્રીજા દિવસે FII એ રૂ. 934 કરોડના મૂલ્યના ઇક્વિટી ખરીદ્યા હતા. બીજી તરફ, DII એ રૂ. 605 કરોડના ઇક્વિટી ખરીદ્યા હતા.
| Stocks in F&O ban: | ABFashion, Biocon, CDSL, HUDCO, ManappuramFinance, RBLBank, TitagarhRail |
| Stocks removed from F&O ban: | Birlasoft, Chambal Fertilisers |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
