NIFTY માટે 24,800-25,200ની રેન્જ કેટલાક કોન્સોલિડેશન સૂચવે છે, જોકે એકંદર ટ્રેન્ડ પોઝિટિવ રહે છે. જ્યાં સુધી NIFTY 24,700 ના મુખ્ય સપોર્ટ લેવલને બચાવે છે, ત્યાં સુધી 25,200 તરફની રેલી શક્ય છે, અને તેનાથી આગળ, 25,500 એ જોવાનું લેવલ છે

અમદાવાદ, 25 જૂનઃ ગેપઅપ ઓપનિંગ બાદ NIFTYએ રેડ કેન્ડલની રચના કરી છે. સાથે સાથે આગલાં દિવસની 25044.35 પોઇન્ટની રેન્જ સાથે બંધ આપ્યું છે. પ્રત્યેક ઉછાળે વેચવાલીનો સંકેત આપે છે. ઇરાન- ઇઝરાયેલ-યુએસએ જિયો પોલિટિકલ ક્રાઇસિસ હળવી થવાના આશાવાદ વચ્ચે વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારોમાં પણ સુધારો છે પરંતુ સ્પીડ ધીમી પડી છે. ખાસ કરીને પ્રાઇમરી માર્કેટ આઇપીઓથી ધમધમી રહ્યું હોવાથી રોકાણકારોનું ધ્યાન એ તરફ હોવાનું પણ એક કારણ ગણાવી શકાય. NIFTYએ 25000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખવા સાથે 20 દિવસીય એસએમએ ઉપર રમી રહ્યો છે. જે તેજીવાળાઓ માટે રાહતના સમાચાર ગણાવી શકાય. જોકે, NIFTY 25230 પોઇન્ટની સપાટી ક્રોસ કરે ત્યાં સુધી સ્ટોક, સેક્ટર અને સ્ટોપલોસ સ્પેસિફિક કામકાજની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆ 59.09ના મથાળે સ્ટેબલ છે. જેમાં તેજીવાળાનું પલ્લું ભારે રહેવાની શક્યતા દર્શાવાય છે.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પછી NIFTYમાં મજબૂત ગેપ-અપ ઓપનિંગ જોવા મળ્યું અને 345 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, પરંતુ બપોરે નોંધપાત્ર વધારો ધોવાઇ ગયો અને 24 જૂનના રોજ સાધારણ સુધારા સાથે સમાપ્ત થયો. NIFTY માટે 24,800-25,200ની રેન્જ કેટલાક કોન્સોલિડેશન સૂચવે છે, જોકે એકંદર ટ્રેન્ડ પોઝિટિવ રહે છે. જ્યાં સુધી NIFTY 24,700 ના મુખ્ય સપોર્ટ લેવલને બચાવે છે, ત્યાં સુધી 25,200 તરફની રેલી શક્ય છે, અને તેનાથી આગળ, 25,500 એ જોવાનું લેવલ છે.

બેંક NIFTYએ બંધ ધોરણે પાછલા સપ્તાહના 56,300ના હાયર લેવલને જાળવી રાખવામાં સફળતા મેળવી, જે પોઝિટિવ સંકેત છે. જ્યાં સુધી બેન્ક NIFTY 56,200–56,300 ઝોન (તાત્કાલિક સપોર્ટ) જાળવી રાખશે, ત્યાં સુધી 57,000 તરફની તેજી નકારી શકાય નહીં.

24 જૂનના રોજ, NIFTY 72 પોઈન્ટ વધીને 25,044 પર બંધ થયો, જ્યારે બેંક NIFTY 403 પોઈન્ટ વધીને 56,462 પર બંધ થયો હતો. NSE પર 807 ઘટેલા શેરની સરખામણીમાં લગભગ 1,800 શેરો સુધરવા સાથે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી.

ફંડ ફ્લો એક્શનઃ FII એ રૂ.5,266 કરોની વેચવાલી નોંધાવી હતી. બીજી તરફ, DIIએ રૂ.5,209 કરોડની ખરીદી કરી હતી.

India VIX: તેજીને ટેકો આપતો રહ્યો છે કારણ કે તે 15ના લેવલથી નીચે રહ્યો છે. તે 2.88 ટકા ઘટીને 13.64 પર બંધ થયો હતો જેનાથી બજારમાં પ્રમાણમાં તેજીનો માહોલ જાળવવામાં મદદ મળી રહી છે.

F&O પ્રતિબંધમાં સ્ટોક્સ:ટીટાગઢ રેલ સિસ્ટમ્સ
F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ દૂર:બાયોકોન, RBL બેંક

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)