STOCKS TO WATCH:Lupin, Polycab, Glenmark, Newgen, AWLAgri, CapricornSystems, SEPC, TataSteel, SDHI, IndianHotels, YESBank, AAATechno, AmberEnter, DeepakNitrite, DeepakFertilisers, EdelweissFinancial, HindustanCopper

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ NIFTYએ 20 એસએમએની ઉપર બંધ આપીને માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે સુધારાનું હોવાનો સંકેત આપ્યો છે. આરએસઆઇ 60 ઉપર હજી અપસાઇડ મૂવને સપોર્ટ કરે છે. NIFTY માટે શોર્ટટર્મ રોક બોટમ સપોર્ટ 24800 પોઇન્ટની સપાટી હોવાનો અને 25250 રેઝિસ્ટન્સ સપાટી હોવાનો સંકેત રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.

NIFTY 25,000ને બચાવવામાં સફળ રહ્યો, જેને તાત્કાલિક સપોર્ટ ગણી શકાય. આની નીચે, 24,900–24,800ના લેવલ્સ પર નજર રાખવાની છે. જો કે, ઉપરમાં, આગામી સત્રોમાં 25,150–25,250 અપેક્ષિત રેઝિસ્ટન્સ જણાય છે.

Listing of Ivalue Infosolutions

Symbol: IVALUE
Series:Equity “B Group”
BSE Code: 544523
ISIN: INE056801025
Face Value:Rs 2/-
Issue Price: Rs 299

24 સપ્ટેમ્બરના રોજ NIFTYસતત ચોથા દિવસે દબાણ હેઠળ રહ્યો હોવાથી મંદી ધીમે ધીમે મજબૂત થઈ રહી હોય તેવું લાગે છે. NIFTY 25,000ને બચાવવામાં સફળ રહ્યો, જેને તાત્કાલિક સપોર્ટ ગણી શકાય. આની નીચે, 24,900–24,800 ના લેવલ્સ પર નજર રાખવાની જરૂર જણાય છે. જોકે, ઉપરમાં NIFTY માટે આગામી સત્રોમાં 25,150–25,250 રેઝિસ્ટન્સ હોવાનું જણાય છે. દરમિયાન, 50-દિવસના EMAથી નીચે ગયા પછી બેંક NIFTY પણ નબળો દેખાતો હતો. જો બેંકિંગ ઇન્ડેક્સ 55,000ને જાળવી રાખવામાં નિષ્ફળ જાય, તો 54,900–54,700 ઝોન જોવા માટેનું સંભવિત ક્ષેત્ર હોઈ શકે છે. જોકે, નિષ્ણાતોના મતે, રેઝિસ્ટન્સ 55,500–55,700ના લેવલે હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે.

24 સપ્ટેમ્બરના રોજ, NIFTY 113 પોઈન્ટ ઘટીને 25,057 પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક NIFTY 388 પોઈન્ટ ઘટીને 55,122 પર પહોંચ્યો હોવા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી NSE પર 903 એડવાન્સિંગ શેર સામે લગભગ 1,866 શેર ઘટ્યા હતા.

INDIA VIX: INDIA VIX: ત્રણ દિવસના અપટ્રેન્ડ પછી 0.96 ટકા ઘટીને 10.52ના લેવલે પહોંચ્યો, જે ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજની આસપાસ રહ્યો. આ નજીકના ગાળામાં ઓછી અસ્થિરતાની અપેક્ષાઓ દર્શાવે છે.

Stocks in F&O ban:HFCL, RBL Bank, Sammaan Capital