જો NIFTY 25,700 તોડે, તો 25,500-25,400 તરફનો ઘટાડો જોઈ શકાય, પરંતુ તેનાથી ઉપર રહેવાથી તાત્કાલિક ગાળામાં NIFTY 25,800-25,950 તરફ જઇ શકે છે, ત્યારબાદ 26,000 ઝોન આવે છે.

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ સાધારણ મંદી ભર્યા વાતાવરણ વચ્ચે નિફ્ટીએ 0.32 ટકા ઘટાડા સાથે 25800 પોઇન્ટની સપાટી નીચે 25758 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. પ્રાઇસ એક્શન હાલમાં 26200- 25700ની રેન્જમાં જણાય છે. 20 દિવસીય સિમ્પલ મૂવિંગ એવરેજ પણ સૂચવે છે કે, ટૂંકા ગાળા માટે કરેક્શન શક્ય છે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે.

NIFTYએ 25,800ની નીચે તૂટીને તેના રેકોર્ડ ઊંચાઈ પરથી 50 ટકાથી વધુ સુધારો ભૂંસી નાંખ્યો છે અને 50-દિવસના EMA (25,700)ની નજીક આવી ગયો છે. મંદીનો સંકેત ધ્યાનમાં લેતા, જો NIFTY 25,700 તોડે છે, તો 25,500-25,400 તરફનો ઘટાડો જોઈ શકાય છે, પરંતુ તેનાથી ઉપર રહેવાથી તાત્કાલિક ગાળામાં NIFTY 25,800-25,950 તરફ દોરી શકે છે, ત્યારબાદ 26,000 ઝોન આવે છે.

 દરમિયાન, જ્યાં સુધી બેંક NIFTY 59,800ની નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જેમાં 58,600 સપોર્ટ તરીકે, 58,૩00ની નીચે અને 58,000 લેવલ નીચે રહેવાની શક્યતા નકારી શકાય નહીં તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

10 ડિસેમ્બરના રોજ, NIFTY 82 પોઈન્ટ (0.૩ ટકા) ઘટીને 25,758 પર બંધ રહ્યો હતો. જ્યારે બેંક NIFTY 262 પોઈન્ટ (0.44 ટકા) ઘટીને 58,960 પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે NSE પર 1,2૩0 સુધરેલા શેરની સામે 1,591 શેરમાં વેચાણનું દબાણ જોવા મળ્યું.

INDIA VIX: તેજી માટે અનુકૂળ રહ્યો, પરંતુ નીચલા ઝોનમાં તેની હાજરીએ બજારના કોઈપણ દિશામાં તીવ્ર ચાલની શક્યતા સૂચવી. તે 0.37 ટકા ઘટીને 10.91 પર હતો, જે બીજા સત્ર માટે તેના ઘટાડાનું વલણને લંબાવતો હતો અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી નીચે રહ્યો હતો.

Stocks in F&O ban:Bandhan Bank, Sammaan Capital