Stocks to Watch:NBCC, AdaniEnt, JaiprakashAsso, JKTyre, InfoEdge, MediAssist, CGPower, JyotiCNC, NTPCGreen, UFOMoviez, Tenneco, Fujiyama Power, SunPharma, PBFintech, Titan, Coforge, ICICI Lombard, Nestle

અમદાવાદ, 20 નવેમ્બરઃ નિફ્ટીએ 20 દિવસીય મૂવિંગ એવરેજ 25810ની સપાટી જાળવી રાખવા સાથે 26000નું સાયકોલોજિકલ લેવલ પણ ક્રોસ કરવા પ્રયાસ કર્યો છે. જે મજબૂત બુલિશ મોમેન્ટમનો સંકેત આપે છે. આરએસઆઇ 64ના લેવલે ઓવરબોટ કન્ડિશનને અવગણીને અપવર્ડ ટ્રેન્ડની નિશાની દર્શાવે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર મહત્વનો સપોર્ટ 25800 પોઇન્ટ અને મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ 26200 પોઇન્ટ ગણાવી શકાય.

નિફ્ટી ચાર્ટ સેટઅપ બુલ્સની તરફેણ કરે છે અને તમામ મુખ્ય મૂવિંગ એવરેજ પોઝિટિવ રીતે ગોઠવાઈ રહ્યા છે, મોમેન્ટમ સૂચકાંકો મજબૂત ખરીદી સંકેતો દર્શાવે છે. નિફ્ટી 26,100 (ઓક્ટોબર હાઇ) ફરીથી હાંસલ કરવા સજ્જ બન્યો હોવાની ધારણા છે. જો તે સાયકોલોજિકલ 26,000 ઝોન જાળવી રાખે તો 26,100થી ઉપર, 26,300 (ઓલટાઇમ હાઇ) નકારી શકાય નહીં; જોકે, તાત્કાલિક સપોર્ટ 25,950–25,850 ઝોન પર મૂકવામાં આવ્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

દરમિયાન, બેંક નિફ્ટી 59,500–59,600 ઝોન તરફ આગળ વધવાની ધારણા છે, જેમાં 58,800–58,700 ના સ્તરે સપોર્ટ રહેશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

19 નવેમ્બરના રોજ, નિફ્ટી 143 પોઈન્ટ (0.55 ટકા) વધીને 26,053 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 317 પોઈન્ટ (0.54 ટકા) વધીને 59,216 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ જોકે નેગેટિવ રહેવા સાથે NSE પર વધેલા 1,253 શેર્સ સામે કુલ 1,581 શેર્સ ઘટ્યા હતા.

INDIA VIX: 13 ઝોનથી ઘણો નીચે રહ્યો અને તેના ટૂંકા ગાળાના મૂવિંગ એવરેજની આસપાસ ફરતો રહ્યો. ઇન્ડેક્સ 1.01 ટકા ઘટીને 11.97 પર આવ્યો, જેનાથી તેજીવાળાઓને રાહત મળે તેવી શક્યતા છે.

Stocks IN F&O ban:Sammaan Capital, SAIL