MARKET MORNING: BUY GODREJ IND, HDFC LIFE, SWAN, IRCTC
અમદાવાદ, 10 ઓગસ્ટઃ મંગળવારે સેન્સેક્સે 149 પોઇન્ટની રાહત રેલી સાથે 65995 પોઇન્ટ અને નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 19632 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ શરૂઆત 19600ની નીચે કરી હતી અને નીચામાં 19467 પોઇન્ટ સુધી ઘટ્યા બાદ છેલ્લા એક કલાકમાં રાહત રેલી જોવાઇ હતી. જેમાં તમામ ઘટાડો સરભર કરવા સાથે નિફ્ટી પોઝિટિવ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી માટે સૌથી મોટી હર્ડલ 19800 પોઇન્ટની અને સૌથી મજબૂત સપોર્ટ 19300 પોઇન્ટની સપાટી જણાય છે. જે તરફ બ્રેકઆઉટ જોવા મળે તે તરફ 200-300 પોઇન્ટની પ્લસ- માઇનસની શક્યતા જણાય છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલ વીથ લોઅર શેડોની રચના કરવા સાથે 19650 પોઇન્ટ ઉપર બંધ તેજીવાળાઓ માટે ખરીદીનો સંકેત દર્શાવે છે તેવું સ્ટોકબોક્સ જણાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)