માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ SUMICHEM, LATENTVIEW, INDIGO, HOMEFIRST, CIPLA
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ગુરુવારે સેન્સેક્સે 405 પોઇન્ટની રાહત રેલી સાથે 65631 પોઇન્ટની સપાટીએ બંધ આપીને તેજીવાળાઓને રાહતની લાગણી આપી છે. તો નિફ્ટીએ પણ 109 પોઇન્ટના સુધારા સાથે 19500 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 19545 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. આરબીઆઇ પોલિસી બાદ માર્કેટનો રિયલ ટ્રેન્ડ જોવા મળી શકે છે. માર્કેટ ખુલ્યાના 15 મિનિટ સુધી જો નિફ્ટી 19576 પોઇન્ટ ઉપર બંધ આપે અને દિવસ દરમિયાન ટકી જાય તો અને તો જ માર્કેટમાં સુધારાની આગેકૂચની સંભાવના જણાય છે.
ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ મોર્નિંગ કેન્ડલસ્ટીક ચાર્ટ પેટર્ન બનાવી હોવાનું સ્ટોક્સબોક્સનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે. જો નિફ્ટી 19600 પોઇન્ટની મજબૂત વોલ કૂદાવે તો માર્કેટમાં સુધારાની જગ્યા વધી જશે. અન્યથા નિફ્ટી 19000- 18900ના લેવલ સુધી ઘટવાની શક્યતા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
બેન્ક નિફ્ટી માટે 45000 મહત્વની રેઝિસ્ટન્સ વોલ ક્રોસ થવી અત્યંત જરૂરી છે. નીચામાં 43800 પોઇન્ટની સપાટી તૂટે નહિં તે પણ જોવાનું રહેશે. તેની જાત તો માર્કેટમાં વીકનેસ વધી શકે તેમ સ્ટોક્સબોક્સનું માનવું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)